તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાજીયાવદર ગામની સ્કુલમાં બાળમેળો યોજાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીનાસાજીયાવદર પ્રાથમિક શાળા ખાતે બાળ મેળો અને લાઇફ સ્કીલ કાર્યક્રમનું આયોજન કરાયું હતુ. જેમાં છાત્રોએ જુદીજુદી કૃતિઓ રજુ કરી હતી. સાજીયાવદર પ્રા.શાળા ખાતે આચાર્યના માર્ગદર્શન તળે બાળ મેળો અને લાઇફ સ્કીલ કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું હતુ. કાર્યક્રમમાં ધોરણ-1 થી 8ના વિદ્યાર્થીઓએ જુદીજુદી કૃતિઓ બનાવી રજુ કરી હતી. બાળ મેળો નિહાળવા વાલીઓ સહિત લોકો એકઠા થયા હતા અને બાળકોને બિરદાવ્યા હતા. છાત્રોએ દ્વારા બનાવવામા આવેલી કૃતિઓનુ એક પ્રદર્શન પણ યોજાયું હતુ. પ્રદર્શન નિહાળવા લોકો ઉમટી પડયા હતા. એસએમસીના સભ્યો પણ બાળકોને બિરદાવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા આચાર્ય સહિત શાળા સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામા આવી હતી.

અન્ય સમાચારો પણ છે...