તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખાંભાનાં ખડાધારમાં ગંદકીનાં ગંજ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગંદકીથી રોગચાળાની ભિતી : સફાઇ કરવામાં આવે એવી ગ્રામજનોની માંગ

ખાંભાતાલુકાના ખડાધાર ગામે છેલ્લા ઘણા સમયથી જાહેર માર્ગો ઉપર યોગ્ય સફાઇના અભાવે ગંદકીના ગંજ જામ્યા છે. ગ્રામ પંચાયતના અણધાર્યા વહિવટના કારણે યોગ્ય સફાઇ કરવામા આવતી નથી ત્યારે અહીના લોકોમા રોગચાળો ફેલાવાનો ભય રહે છે. તો આગામી દિવસોમા રોગચાળો ફેલાઇ તો જવાબદાર કોણ તેવા સવાલો ઉઠી રહ્યા છે.

ખાંભા તાલુકાના ખડાધાર ગામે આવેલા પીવાના પાણીની જાહેર હેડ પંપ પાસે ગંદકીના ગંજ ખડકાયા છે. તેની આજુ બાજુ જમા થતુ પડતર પાણી સોસ દ્વારા પાણીની પાઇપ લાઇનમા ભળે તેવી શક્યતા સેવાઇ રહી છે. અને તેના કારણે આગામી દિવસોમા પાણી જન્ય રોગચાળો ફેલાઇ તેવી ભીતી સેવાઇ રહી છે. બાબતે તંત્રને અનેક વખત રજુઆતો કરવામા આવી છતા અંગે કોઇપણ પ્રકારની કાર્યવાહી કરવામા આવી રહી નથી. હાલ અમરેલી જિલ્લાના તમામ ગામડાઓમા રોગચાળો ફેલાયો છે. ત્યારે અહીના લોકોમા પણ રોગચાળો ફેલાવાનો ભય રહે છે. ત્યારે તાકીદે ગ્રામ પંચાયતના સતાધીશો દ્વારા યોગ્ય સફાઇ કરવાના અત્યંત જરૂરી બન્યુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ખાંભા તાલુકાના ખડાધાર ગામે ગંદકીના ગંજ બાજી ગયા છે. અહીના સતાધિશો દ્વારા બાબતે જાગૃતતા દાખવવામા આવી રહી નથી. તેવામા અહીની જાહેર જનતાને પોતાના સ્વાસ્થ્યની ચીંતા સતાવી રહી છે. ત્યારે તંત્ર દ્વારા બાબતે પગલા લેવામા આવે તેવી અહીની જાહેર જનતાની માંગ ઉઠી રહી છે અને વહેલીતકે ગંદકીનાં પ્રશ્નોનો નિવેડો આવે એવું ઇચ્છી રહ્યા છે.

ગામમાં ફોગીંગ કરવા માંગ કરાઇ

ખડાધારગામે ઠેર-ઠેર ગંદકીનાં ગંજ જોવા મળી રહ્યા છે. પાણીનાં હેડ પંપ અને જાહેર રસ્તાઓ પર કચરો જોવા મળતો હોય અનેક વખત રજૂઆત કરવા છતાં પણ તંત્ર આંખ મીચામણા કરી રહ્યુ હોય તેમ સફાઇ મુદ્દે નિષ્ક્રીય જોવા મળી રહ્યું છે. જેથી રોગચાળો ફેલાઇ પહેલા મચ્છરોનો ઉપદ્રવ વધ્યો હોય ગ્રામજનોએ તંત્ર દ્વારા ગામમાં ફોગીંગની કામગીરી કરવામાં આવે એવી માંગ કરી છે.

પાણીનાં હેડ પંપ નજીક ગંદકીથી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો }પૃથ્વી રાઠોડ

અન્ય સમાચારો પણ છે...