તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમરેલી પાંજરાપોળને 3.51 લાખનું દાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાય, બળદ, ઘેટા સહિત 1350 પશુઓની સંભાળ લેવામાં આવી રહી છે

અમરેલીમાંઆવેલ પાંજરાપોળ ગૌશાળામા 1350 પશુઓની સારસંભાળ લેવામા આવી રહી છે. તાજેતરમાં પાંજરાપોળ ખાતે શ્રી રાજચંદ્ર જીવ દયા ટ્રસ્ટના આગેવાનોએ મુલાકાત લીધી હતી અને પાંજરાપોળને રૂ. 3.50 લાખનુ અનુદાન અપાયુ હતુ.

શ્રીમદ્દ રાજચંદ્રની સ્મૃતિમા તેમના શિષ્ય રાકેશભાઇ ઝવેરી રચેલ શ્રીમદ્દ રાજચંદ્ર જૈન આશ્રમ ધરમપુરના ટ્રસ્ટી રતન લાલજી લુણાવત, બીપીનભાઇ દોશી, ભાવેશભાઇ દડીયા દ્વારા પાંજરાપોળની મુલાકાત લેવામા આવી હતી. સમગ્ર પાંજરાપોળની કામગીરી અને પશુઓની સંભાળ નિહાળી હર્ષની લાગણી અનુભવી હતી.

તકે પાંજરાપોળના ટ્રસ્ટી દિલીપભાઇ પરીખ, પ્રફુલભાઇ ઠુંમર, રસીકભાઇ શાહે તેમનુ સ્વાગત કર્યુ હતુ. હાલ સંસ્થામાં 1350 જેટલા પશુઓ છે જેમાં 650 બળદો, 135 જેટલી ગાયો, 13 ઘેટા તેમજ 550 જેટલા બિન ઉપયોગી પશુઓની સંભાળ લેવામા આવી રહી છે.

અહી ગત 26 જુને આવેલ અતિવૃષ્ટિમા પાંજરાપોળની સંરક્ષણ દિવાલ તુટી ગઇ હતી, ગોડાઉનમા પાણી ભરાયા હતા, નિરણ પાંચેક લાખની નકામી ગઇ હતી અને 25 લાખનું નુકશાન થયુ હતુ. ત્યારે સંસ્થાને સહાયક બનવાની ભાવના સાથે પાંજરાપોળને 3.51 લાખનુ દાન અપાયુ હતુ. ઉલ્લેખનીય છે કે, અમરેલી જિલ્લામાં ગત વર્ષે ચોમાસા દરમિયાન થયેલ અતિવૃષ્ટિથી પાંજરાપોળને ખુબ નુકશાન થયું હતું. જેથી 3.31 લાખનું દાન કરાતા ગ્રામજનોએ ટ્રસ્ટનાં આગેવાનોની કામગીરીને બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...