તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • અમરેલીમાં દિવ્યાંગ જીવનસાથી પસંદગી મેળોનું આયોજન કરાયું

અમરેલીમાં દિવ્યાંગ જીવનસાથી પસંદગી મેળોનું આયોજન કરાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી| અમરેલીજિલ્લામાં છેલ્લા 27 વર્ષથી દિવ્યાંગો માટે કાર્ય કરતી અમરેલી જિલ્લાની એક માત્ર સંસ્થા અપંગ માનવ સેવા સંઘ દ્વારા ભુતકાળમાં આઠ-આઠ સફળ જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરી અનેક દિવ્યાંગોને તેમની પસંદગીના યોગ્ય જીવનસાથીની પસંદગી કરવામાં સહભાગી બનેલ છે. તેમના સફળ ગૃહસ્થ જીવનને ધ્યાનમાં રાખી આગામી ડીસેમ્બર માસમાં 9માં દિવ્યાંગ જીવનસાથી પસંદગી મેળાનું અમરેલીમાં ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. તો જીવનસાથી પસંદગી મેળામાં જોડાવવા માંગતા લગ્નો ઇચ્છુક દિવ્યાંગમીત્રોને આજીવન સાથી પસંદગી મેળાનો બહોળા પ્રમાણમાં લાભ લેવા અપંગ માનવ સેવા સંઘનું હાર્દિક નિમંત્રણ આપવામાં આવ્યુ છે. વધારાની માહિતી અને પ્રવેશ ફોર્મ મેળવવા માટે બીપીનભાઇ ત્રિવેદી અથવા મુનાભાઇ રાઠોડનો સંપર્ક કરવા જણાવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...