તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • માણેકપરાની મહિલાએ ત્રણ શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી

માણેકપરાની મહિલાએ ત્રણ શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીનામાણેકપરામાં રહેતી મહિલાને તેના પતિએ અવાર નવાર દુખત્રાસ આપતો હતો. કામમાં તેના બે સબંધીઓએ ચઢામણી કરી હતી. આથી મહિલાએ અમરેલી સીટી પોલીસ મથકમાં તમામ હકીકત જણાવીને ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથધરી છે.

અમરેલીના માણેકપરા શેરી નં-9માં રહેતા પુજાબેન કપિલભાઇ જોષી (ઉ.વ.33) નામાની મહિલાએ અમરેલી સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેનો પતિ કપિલ જોષી અવાર નવાર શારીરીક તેમજ માનસીક ત્રાસ આપતો હતો. તેમજ કામમાં તેના સબંધી જાગૃતિબેન અક્ષયભાઇ જોષી તેમજ ધારા દેવાંગ ઠાકર બન્ને સાથસહકાર આપીને મહિલાના પતિને ચઢામણી કરી હતી.

જેથી ગઇકાલે મહિલાને તેના પતિ કપિલે ગાળો આપીને મારી નાખવાની ધમકી આપી હતી. બારામાં મહિલાએ અમરેલી સીટી પોલીસ મથકમાં તમામ હકીકત જણાવીને ફરિયાદ નોંધાવી હતી. આથી પોલીસે કુલ 3 શખ્સોની સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી ફોઝદાર એમ.એચ.જેતપરીયાએ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...