તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • અમરેલીમાં છેલ્લા ઘણા સમયથી અનાજનું ગોડાઉન જર્જરીત હાલતમાં

અમરેલીમાં છેલ્લા ઘણા સમયથી અનાજનું ગોડાઉન જર્જરીત હાલતમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીમાંમોટા બસ સ્ટેન્ડની બાજુમાં જીલ્લા પંચાયત રોડ પર અનાજ ગોડાઉન આવેલું છે જેની દિવાલ છેલ્લા ઘણા સમયથી સાવ તૂટેલી હાલતમાં છે. જેના કારણે અહીં ગોડાઉનમાં મૂકવામાં આવેલા અનાજની કોઇપણ સલામતી રહે તેમ નથી. અહીં દિવાલ તૂટી ગયેલી હોવા છતાં દરવાજાને તાળું મારવામાં આવે છે જેનાથી કોઈ ફેર પડે તેમ નથી.

ઉપરાંત દીવાલ અંગે અનેકવાર રજૂઆત કરવામાં આવી છે. છતાં પણ અંગે કોઈપણ પગલાં લેવામાં આવ્યા નથી જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી. દીવાલને તાત્કાલિક નવી બનાવવામાં આવેલી તેવી માંગ ઉઠી છે.

બિસ્માર હાલતમાં ઉભેલું અમરેલીનું ગોડાઉન તસ્વીર-જયેશ લીંબાણી

અન્ય સમાચારો પણ છે...