• Gujarati News
  • ચલાલામાં કરોડોનું નુકસાન પણ સહાય ચૂકવવામાં સરકારનું ઓરમાયંુ વર્તન

ચલાલામાં કરોડોનું નુકસાન પણ સહાય ચૂકવવામાં સરકારનું ઓરમાયંુ વર્તન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચલાલાશહેરમાં વહીવટીતંત્રએ ઓરમાયુ વર્તન દાખવી વોર્ડ નં. 1 થી 4 તથા 7માં કેશડોલ્સ કે ઘરવખરીની એક પાઇની પણ સહાય ચુકવતા લોકોમાં ભારેભાર રોષ છે. પાલીકા પ્રમુખ જે.વી. કાકડીયાએ જણાવ્યુ હતું કે વિસ્તારમાં લોકોના ઘરમાં ચાર ચાર ફુટ પાણી ભરાયા હતાં. ભારે નુકશાન થયુ છે તો સહાય કેમ મળતી નથી ?

કાકડીયાએ આજે અમરેલી ખાતે એમ પણ જણાવ્યુ હતું કે ચલાલામાં અતિભારે વરસાદથી વેપારીઓની દુકાનોમાં પાણી ભરાતા માલ પલળી જવાથી મોટુ નુકશાન થયુ છે. લોકોના ઘરમાં પાણી ઘરતા ઘરવખરીને નુકશાન થયુ છે. અનેક મકાનો પડી ગયા છે કે નુકશાન થયુ છે. છતાં સરકાર લોકોની વહારે આવવાને બદલે માત્ર સર્વેના નાટક કરી પ્રજાની કૃર મજાક કરી રહી છે. અહિં ખેડૂતોનું જમીન ધોવાઇ છે અને વ્યાપક નુકશાન થયુ છે. પરંતુ તંત્રએ સર્વેના ફોર્મ પણ ભર્યા નથી. લારી-ગલ્લા, કેબીનોને પણ મોટા પ્રમાણમાં નુકશાન થયુ હતું. પરંતુ તંત્ર દ્વારા ગરીબ લોકોને નુકશાની પેટે કોઇ રકમ ચુકવાઇ નથી. શહેરભરમાં પાણી ભરાઇ જતા નગરપાલીકા દ્વારા 24મીએ તાબડતોબ 2000 ફુડ પેકેટનું વિતરણ કરાયુ હતું. ડુબાણવાળા વિસ્તારમાંથી સ્કૂલ અને ટ્રસ્ટના મકાનોમાં લોકોનું સ્થળાંતર કરાયુ હતું. પરંતુ હવે લોકો સરકારી સહાયની રાહ જોઇ રહ્યા છે.