• Gujarati News
  • એન્જીનીંયરીંગ કોલેજનું કરશે લોકાર્પણ

એન્જીનીંયરીંગ કોલેજનું કરશે લોકાર્પણ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એન્જીનીંયરીંગ કોલેજનું કરશે લોકાર્પણ

એજ્યુકેશન રીપોર્ટર. અમરેલી

રાજ્યનુમુખ્યમંત્રી પદ આનંદીબેન પટેલે સંભાળ્યાને એક વર્ષનો સમય વિતી ચુક્યો છે. ત્યારે હવે એક વર્ષ બાદ મુખ્યમંત્રી પ્રથમ વખત અમરેલીની મુલાકાતે આવી રહ્યા છે. અમરેલીમાં આગામી તા. 4/6ના રોજ આનંદીબેન પટેલના હસ્તે વિદ્યાસભા સંચાલીત શ્રીમતી શાંતાબેન ગજેરા એન્જીનીયરીંગ કોલેજનું લોકાર્પણ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે નવા સત્રથી કોલેજ શરૂ થવા જઇ રહી છે.

રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પ્રથમ વખત મુખ્યમંત્રીપદ સંભાળ્યા બાદ અમરેલીની મુલાકાતે આવી રહ્યા છે. અમરેલીમાં વસંતભાઇ ગજેરા દ્વારા રૂા. 15 કરોડના ખર્ચે અદ્યત્તન સુવિધાઓ ધરાવતી એન્જીનીયરીંગ કોલેજનું નિર્માણ કરવામાં આવ્યુ છે. માત્ર ચાર માસના ટુંકાગાળામાં વિદ્યાસભા સંકુલ પરીસરમાં અદ્યત્તન સુવિધા ધરાવતી કોલેજનું બિલ્ડીંગ તૈયાર કરી દેવામાં આવ્યુ છે. જુદી જુદી પાંચ ફેકલ્ટીઓમાં અહિં 300 છાત્રોને પ્રવેશ આપવામાં આવશે. જીટીયુની પણ માન્યતા મળી જતા આગામી સત્રથી અહિં પ્રવેશ પ્રક્રિયા શરૂ થવાની છે. શિક્ષણ જગતમાં એન્જીનીયરીંગ કોલેજના ઉદઘાટનની રાહ જોવાતી હતી. ત્યારે ખુદ મુખ્યમંત્રીએ તેના લોકાર્પણ માટે હા પાડી દેતા આગામી તા. 4 જૂનના રોજ એન્જીનીયરીંગ કોલેજનું આનંદીબેન પટેલના હસ્તે ઉદઘાટન થશે. ઉદઘાટન સમારોહ માટે ચતુરભાઇ ખુંટના માર્ગદર્શન હેઠળ વિદ્યાસભા સંચાલક મંડળના સભ્યો તો જહેમત ઉઠાવી રહ્યા છે. પરંતુ મુખ્યમંત્રીનું આગમન થવાનુ છે વહીવટીતંત્ર પણ હરકતમાં આવ્યુ છે. સરકારી ઓફીસોમાં સાફ-સફાઇની પણ શરૂઆતો આજથી થઇ ગઇ હતી.