• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • સૌરાષ્ટ્ર યુનિ. ખાતે મેગા જોબ ફેરનું આયોજન કરાયું

સૌરાષ્ટ્ર યુનિ. ખાતે મેગા જોબ ફેરનું આયોજન કરાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
17મી ફેબ્રુઆરીએ મેળો યોજાશે

આજેવિદ્યાર્થીઓને તેમના અભ્યાસ પૂર્ણ થયા બાદ નોકરી મળશે કે નહીં તેની સતત ચિંતા રહ્યા કરતી હોય છે. જ્યારે આજના જમાનામાં મોટી મોટી સંસ્થાઓ દ્વારા અને રોજગાર તાલીમ વિભાગ દ્વારા મેગા જોબફેરનું આયોજન કરાતુ હોય છે. આગામી તા. 17મી ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે જોબફેરનું આયોજન કરેલું છે.અમરેલી રોજગાર અને તાલીમ ગુજરાત રાજ્ય-ગાંધીનગર દ્વારા રાજકોટ કલ્સ્ટર આયોજીત મેગા જોબ ફેર યોજાશે. શૈક્ષણિક લાયકાતને અનુરૂપ ખાનગીક્ષેત્રમાં ખાલી જગ્યાઓ મળી છે.આગામી તા.17મી ફેબ્રુઆરી ના રોજ સવારે 10 વાગ્યે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ, યુનિવર્સિટી રોડ-રાજકોટ ખાતે યોજાશે. મેગા જોબ ફેરમાં તમામ ઉમેદવારોએ પોતાના તમામ શૈક્ષણિક લાયકાત, ટેકનીકલ લાયકાતના પ્રમાણપત્રો, અનુભવો અંગેના પ્રમાણપત્રો અને બાયોડેટા, ફોટો, સી.વી.ની નકલો સાથે ઉપસ્થિત રહેવું

અન્ય સમાચારો પણ છે...