• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • અમરેલી જિલ્લા કલેક્ટર સંજય અમરાણીના અધ્યક્ષ સ્થાને વોટર એન્ડ

અમરેલી જિલ્લા કલેક્ટર સંજય અમરાણીના અધ્યક્ષ સ્થાને વોટર એન્ડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમરેલી જિલ્લા કલેક્ટર સંજય અમરાણીના અધ્યક્ષ સ્થાને વોટર એન્ડ સેનીટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં સંજય અમરાણીએ ગત બેઠકની કાર્યવાહી અને નોંધને બહાલી આપતા જણાવ્યું હતું કે, પૂર્ણ થયેલ યોજનાઓને બહાલી આપવામાં આવી છે. 64 પૈકી 45 ગામોમાં ભૌતીક રીતે પૂર્ણ થયેલ યોજનાઓ હિસાબોનું ઓડીટ કરવામાં આવ્યું છે. નવી યોજનાઓને તાંત્રિક મંજુરી આપવામાં આવી હોય તેવી યોજનાઓને વહીવટી મંજુરી થયેલ યોજનાઓને રદ કરવામાં આવી છે. વોટર એન્ડ સેનીટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન-અમરેલીને ભરતીને નિયમો મુજબ સીએ ઓડીટરની નિમણુંક કરવા કલેક્ટરે મંજુરી આપી હતી.

અમરેલી કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકનું સંચાલન વોટર એન્ડ સેનીટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશનના યુનિટ મેનેજર સોનીએ કર્યું હતું. આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ડોબરીયા, તાલુકા પ્રાથમીક શિક્ષણાધીકારી દવે, વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન કો-ઓર્ડીનેટર જગદિશ ધરજીયા અને ડેપ્યુટી મેનેજર કલકાણી સહીતના ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...