• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • લીલીયા શહેરના વિવિધ વિસ્તારોમાં ભુગર્ભ ગટરની ધીમીગતીએ કામગીરીને લઇને

લીલીયા શહેરના વિવિધ વિસ્તારોમાં ભુગર્ભ ગટરની ધીમીગતીએ કામગીરીને લઇને

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લીલીયા શહેરના વિવિધ વિસ્તારોમાં ભુગર્ભ ગટરની ધીમીગતીએ કામગીરીને લઇને શહેરના લોકોમાં ભારે રોષ ભરાયો છે. આ બાબતે સરપંચ દ્વારા અમરેલી કલેક્ટરને રજુઆત કરવામાં આવી છે. વહેલી તકે પ્રશ્નનો નિકાલ નહિ કરવામાં આવે તો ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

લીલીયા ગ્રામ પંચાયતના સરપંચ હિરાબેન ધામત દ્વારા અમરેલી કલેક્ટરને રજુઆત કરવામાં આવી છે કે, હાલમાં ભુગર્ભ ગટરની સફાઇ તથા મેઇન્ટેન્સની કામગીરી નિયમિત કરવામાં આવતી નથી. આ કારણે ગ્રામજનો ગટરના પ્રશ્નને લઇને ભારે રોષ ભરાયો છે. વિમલ કન્ટ્રક્શન દ્વારા અધુરી કામગીરી છોડીને છેલ્લા એક માસથી કામ બંધ કરી દેવામાં આવ્યુ છે. ચાલુ કામગીરીમાં પણ પુરતો સ્ટાફ(ચાર કામદાર) ન હોવાથી અને એક કામદારથી સફાઇ કામની ગતિ ખુબ જ ધીમી ચાલી રહેલ છે.શહેરમાં આવેલ હનુમાન પરા, મફત પરા, સાઇનાથ પરા, વેલનાથ પરા, તળાવ પ્લોટ, વૃંદાવન સોસાયટી, ભરવાડ શેરી, સિપાઇ શેરી, પટેલ નગર વિગેરે વિસ્તારમાં હજુ જેમના તેમ ભુગર્ભ ગટરના જામના કારણે લોકોને ગંદકીનો સામનો કરવો પડી રહ્યો છે.આ ઉપરાંત ચારેય પંપીગ સ્ટેશનોની મશીનરીની ઇંસ્ટોલેશનની કામગીરી બાકી છે. તો વળી મોટરો અને તેના સ્ટાટર પણ બળી ગયા છે. સાથો સાથ ભુગર્ભ ગટરના ઢાકણાઓ તુટતા રહે છે. આ બાબતને લઇને ગ્રામજનો દ્વારા અનેક વખત ગ્રામ પંચાયતની કચેરીમાં રજુઆત કરવામાં આવી રહી છે. આથી આ બાબતે યોગ્ય ઉકેલ નહિ આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેમ સરપંચે જણાવ્યું હતું

અન્ય સમાચારો પણ છે...