• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • શિયાળબેટનાં લોકોને રેશનીંગનો જથ્થો લેવા 40 કિમી જવું પડે છે

શિયાળબેટનાં લોકોને રેશનીંગનો જથ્થો લેવા 40 કિમી જવું પડે છે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જાફરાબાદતાલુકાના શિયાળબેટ ટાપુમા આઝાદીના સાત દાયકાથી રેશનીંગની દુકાન નથી જેના કારણે અહીના લોકોને ચાલીસ કિમી સુધી જાફરાબાદ ગામે રેશનીંગના ઘઉં, ચોખા, ખાંડ સહિતની ચિજવસ્તુઓ લેવા માટે જવુ પડે છે. જે લોકોને આર્થિક રીતે પરવડે તેમ નથી. પ્રશ્ને વર્ષોથી રજુઆત કરવામા આવી રહી છે તેમ છતા સરકાર દ્વારા કોઇ કાર્યવાહી કરવામા નથી આવતી.

તાજેતરમાં શિયાળબેટ ટાપુ પર વિજળી તો આવી પહોંચી પરંતુ અહી રેશનીંગની દુકાન હોવાથી લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. છેલ્લા સાતેક વર્ષથી તો ચિથરભાઇ બાળધીયા, ભગવાનભાઇ બાળધીયા, જંડુરભાઇ તેમજ અરવિંદભાઇ ખુમાણ દ્વારા રજુઆતો કરવામા આવી રહી છે. ઉપરાંત હાઇકોર્ટમા પણ કેસ દાખલ કરાયો છે.

અરવિંદભાઇ ખુમાણે જણાવ્યું હતુ કે તાજેતરમાં તા. 11/6ના રોજ શિયાળબેટના જાહેર કાર્યક્રમમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જણાવ્યું હતુ કે અમારી સરકાર રૂપિયા બેમા ઘઉ અને રૂપિયા ત્રણમા ચોખા આપે છે જયારે બીજી તરફ શિયાળબેટમા દુકાન મંજુર કરવા હાઇકોર્ટમા કેસની સુનાવણી ચાલુ હતી. શિયાળબેટના આગેવાનો પ્રશ્ને રજુઆતો કરતા આવ્યા છે.

લોકોને 40 કિમી દુર માલ લેવા જવુ પડે છે

શિયાળબેટમારેશનીંગની દુકાન હોવાથી લોકોને 40 કિમી સુધી દુર જાફરાબાદ માલ સામાન લેવા જવુ પડે છે. એક વ્યકિતને આવવા જવાનુ ભાડુ રૂપિયા 80 થાય તેમજ માલ સામાનનું ભાડુ 150 રૂપિયા થાય છે જે ગરીબ અને મધ્યમવર્ગને પોસાય તેમ નથી. ત્યારે હવે હાઇકોર્ટ શું નિર્ણય કરે છે તેના પર શિયાળબેટના લોકોની મીટ મંડાઇ છે.

અન્ય સમાચારો પણ છે...