લાઠી ચાવંડ રોડ પર બે ટ્રક વચ્ચે અકસ્માત: 3ને ઇજા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રકનો બુકડો બોલી ગયો 108ની મદદથી સારવાર માટે દવાખાને ખસેડાયા

ક્રાઇમ રીપોર્ટર. લાઠી

લાઠીચાવંડ રોડ પર આજે સવારના આઠેક વાગ્યાના સુમારે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા ત્રણ વ્યકિતઓને ઇજા પહોંચતા 108ની મદદથી પ્રથમ લાઠી દવાખાને સારવાર માટે ખસેડવામા આવ્યા હતા બાદમાં વધુ સારવાર માટે અમરેલી રિફર કરાયા હતા.

અકસ્માતની ઘટના લાઠી ચાવંડ રોડ પર બની હતી. સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર અહી સવારના આઠેક વાગ્યાના સુમારે બે ટ્રક સામસામે અથડાયા હતા.

અકસ્માત સર્જાતા ભુપતભાઇ, દિનેશભાઇ તેમજ મુકીનભાઇ નામના વ્યકિતઓને ઇજા પહોંચતા 108ની મદદથી પ્રથમ લાઠી દવાખાને અને બાદમાં વધુ સારવાર માટે અમરેલી રિફર કરાયા હોવાનુ જાણવા મળેલ છે.

જો કે હજુ સુધી બારામાં કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા લાઠી ચાવંડ માર્ગ પર એક ટ્રક અને છકડો રિક્ષા વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં અમરેલી અને જામબરવાળાના બાર લોકો મોતને ભેટયા હતા.

અન્ય સમાચારો પણ છે...