તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • અનેક રજુઆત છતા ટ્રાફીક પોલીસ દ્વારા કોઇ પગલા નહિ

અનેક રજુઆત છતા ટ્રાફીક પોલીસ દ્વારા કોઇ પગલા નહિ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીશહેરમાં સતત ટ્રાફીક સમસ્યા રહે છે. જેના કારણે લોકોને કાયમ માટે પરેશાન થવું પડે છે. છતાં પણ ટ્રાફીક પોલીસ દ્વારા કોઇ પગલા લેવાતા લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અને ઘણીવાર મોટા વાહનો સામે સામે આવી જતા નાના મોટા અકસ્માતો પણ સર્જાય છે. માણેકપરા વિસ્તારમાંથી હજુ પણ એસટીજી બસો પસાર થતી હોય અહીં રહેણાંક વિસ્તારમાં ટ્રાફીક સમસ્યા રહે છે તેથી અહીં ટ્રાફીક સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તેવી સૌ ગામજનોની માંગ છે.

અમરેલીમાં અવાર નવાર ટ્રાફીક સમસ્યા સર્જાતી રહે છે. ખાસ કરીને હરી રોડ પર વાહનોનું ઓડેધડ પાર્કીંગ કરવામાં આવતું હોય લોકોને ભારે તકલીફ પડી રહી છે. ઉપરાંત અમરેલી શહેરમાં રોડની કામગીરી ચાલી રહી હોય શહેરના તમામ વિસ્તારોમાં ટ્રાફીક સમસ્યા રહે છે. ભીડભંજન ચોકથી લીલીયા રોડ સુધીના રોડનું કામ પૂર્ણ થઇ જવા છતા હજુ પણ એસટીની બસો માણેકપરા રહેણાંક વિસ્તારમાંથી પસાર થાય છે. જેથી દિવસ દરમી્યાન અહીં સતત ઘોંઘાટ થાય છે અને રહીશો પરેશાન થાય છે.

અંગે અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતા ટ્રાફીક પોલીસ દ્વારા પગલાં લેવાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તેથી તંત્ર દ્વારા તાત્કાલીક ધોરણે અહીં ટ્રાફીક સમસ્યા દૂર કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...