તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • રેશનીંગનાં 101 કટ્ટા સાથે ટ્રકને ચાવંડ નજીક થી ઝડપી લેવાયો

રેશનીંગનાં 101 કટ્ટા સાથે ટ્રકને ચાવંડ નજીક થી ઝડપી લેવાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એલબીસીનું મધરાતે ઓપરેશન: લાઠી થી ભાવનગર ટ્રક જતો હતો

અમરેલીપંથકમાં ગરીબ અને જરૂરીયાતમંદ લોકોને રેશનીંગની દુકાનોમાંથી આપવાનો જથ્થો બારોબાર પગ કરી જતો હોવાની અવાર નવાર ફરીયાદો ઉઠતી રહે છે અને તે સાચી પણ ઠરતી રહે છે. દરમીયાન ગઇરાત્રે એલસીબી પીઆઇ એ.પી. પટેલ સ્ટાફ સાથે લાઠી તાલુકાના ચાવંડ ચેકપોસ્ટ પર વાહન ચેકીંગ કરી રહ્યા હતા ત્યારે ટ્રક નં. જી જે 4 ડબલ્યુ 3255 નિકળતા તેને અટકાવી તલાશી લેવામાં આવી હતી. પોલીસના ચેકીંગ દરમીયાન ટ્રકમાં સરકારી રેશનીંગના ઘઉં ભરેલા હોવાનું જણાયુ હતું. 101 કટ્ટામાં 5050 કિલોગ્રામ ઘઉં ભરેલા હતાં. લાઠીમાં સત્યેન ઉર્ફે લાલો ઉદેસીંહ ડાભી અને ડ્રાઇવર મહેશ કાનજી સાબરીયા ઘઉંનો જથ્થો લાઠીથી ભાવનગર તરફ લઇ જઇ રહ્યા હતા. ઘઉંની માલીકી અંગે બન્નેમાંથી એકેય શખ્સ સંતોષકારક જવાબ આપી શક્યા હતાં. જેને પગલે પોલીસે રૂા. 60600ની કિંમતના ઘઉં તથા ટ્રક મળી કુલ રૂા. 360600નો મુદામાલ કબજે લીધો હતો. ઘઉંના જથ્થા સાથે ઝડયેલો સત્યેન ઉર્ફે લાલો ઉદય ડાભી પહોંચેલી માયા છે. ભુતકાળમાં પણ તેણે આવા અનેક કાળા કારનામા કર્યા હતાં. જેને પગલે 2015ની સાલમાં શખ્સની કલેક્ટરે પીબીએમ હેઠળ ધરપકડ કરી વડોદરા જેલમાં મોકલી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...