તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમરેલીમાં ગટર ઢાંકવા તંત્રને સમય નથી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વારંવાર રજૂઆત છતા પણ ઢાંકણું મુકાતું નથી: દુર્ગંધથી રોગચાળાની ભિતી

અમરેલીશહેરમાં ચક્કરગઢ રોડ પર છેલ્લા ઘણા સમયથી અનેક ગટરો ખુલ્લી હોવાથી લોકોને અગવડતા વેઠવી પડી રહી છે. અનેક સ્થળે તંત્ર દ્વારા ગટરો ઢાંકવામા આવી છે જયારે અનેક સ્થળે હજુ પણ ગટરો ખુલ્લી જોવા મળી રહી છે. આખો દિવસ દુર્ગધના કારણે અહીથી પસાર થતા લોકો અને આસપાસમા દુકાન ધરાવતા વેપારીઓને અગવડતા પડી રહી છે.

શહેરમાં ચક્કરગઢ રોડ પર ગટરો અનેક સ્થળે ખુલ્લી હોવાથી લોકોને હાડમારી વેઠવી પડી રહી છે. ખુલ્લી ગટરોમા રાત્રીના સમયે કોઇ પશુઓ પડી જવાની કે અકસ્માત સર્જાવાની ભિતી પણ રહે છે. ઉપરાંત ખુલ્લી ગટરોમાથી આખો દિવસ ભારે દુર્ગધ આવતી હોવાથી અહી દુકાનદારોને પણ અગવડતા વેઠવી પડી રહી છે. ત્યારે તંત્ર દ્વારા ખુલ્લી ગટરોને ઢાંકવાની વ્યવસ્થા કરવામા આવે તેવુ લોકો ઇચ્છી રહ્યાં છે.

અહીના ફાટક નજીક પણ અનેક ગટરોના ઢાંકણા ખુલ્લા જોવા મળી રહ્યાં છે. અહીના માર્ગ પર શૈક્ષણિક સંસ્થા તેમજ શાળાઓ પણ આવેલી છે જેને પગલે અહીથી અનેક વિદ્યાર્થીઓ પણ પસાર થતા હોય છે ત્યારે ખુલ્લી ગટરોના કારણે કોઇ અકસ્માત સર્જાશે તો જવાબદાર કોણ તેવા સવાલો પણ લોકો ઉઠાવી રહ્યાં છે.

ખુલ્લી ગટરથી અકસ્માત થવાની ભિતી તસ્વીર-ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...