તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગૃહિણીઓએ નવો ઉપાય કર્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યાર્ડમાં રૂપિયા મળતા ખેડૂતોએ રોડ પર ઉભા રહી શાકભાજી વેંચ્યા

શું કરી રહ્યા છે કર્મચારીઓ ?

ગોકુલધામ સોસાયટીએ પોતાની કરન્સી બહાર પાડીને ઉપાય શોધ્યો

જૂનાગઢીઓએ છુટ્ટા રૂપિયાની પારાયણને પહોંચી વળવા અપનાવ્યા અવનવા નુસ્ખા

એટીએમ કે બેંકોમાં નથી પુરતા રૂપિયા, લોકોએ વચ્ચેનો માર્ગ શોધી લીધો : કર્મીઓએ ચા-નાસ્તા માટે ક્રમ રાખ્યા, છાત્રો સાથે મળી કરે છે ખર્ચ, ખેડૂતો રસ્તા પર ઉભા રહીને વેચી રહ્યા છે શાકભાજી, વેપારીઓએ બાકી માટે નવી બુક બનાવી

ખેડૂતોને શાકભાજીનાં યાર્ડમાં ભાવ મળતા નથી.જેના કારણે ખેડૂતો રસ્તા પર ઉભા રહી શાકભાજી વેંચી રહ્યા છે. અંગે ગલિયાવાડનાં ખેડૂત નવિનભાઇ, મુળજીભાઇએ કહ્યું હતુ કે, યાર્ડમાં રૂપિયા મળતા નથી. રસ્તા પર ઉભા રહી શાકભાજીનો વેંચવાનો પ્રયોગ કર્યો છે.પરંતુ ત્યાં પણ ખરીદી થતી નથી. નવિનભાઇએ કહ્યું કે, 68 જબલા પપૈયાનાં ફેકી દેવા પડ્યા છે.

^ચેતનભાઇએ કહ્યું હતુ કે, ગ્રાહકને છુટ્ટા આપવા માટે અન્ય વેપારીઓ પાસેથી ઉછીનાં રૂપિયા લીધા હતા.તેમજ અન્ય ગ્રાહકને બાકીમાં માલ આપવા માટે સરનામા અને મોબાઇલની ડાયરી બનાવી છે.તેના લખી બાકીમાં માલ આપીએ છીએ.

^ વેપારી કિસનભાઇ ગોહિલએ કહ્યું હતુ કે,નોટ બંધ થઇ ત્યારે કાયમી ગ્રાહકનાં રૂપિયા જમા લઇ લીધા હતા.અને તેની બુક બનાવી લીધી છે. બાદ જે ખરીદી કરતા જયા તેનાં રૂપિયા ઉધાર કરતા જઇએ છીએ. આજ સુધીમાં 10 જેટલા લોકોનાં રૂપિયા જમા લીધા છે.

^ કાયમ અમારે ત્યાં પેટ્રોલ પુરાવતા ગ્રાહકોની સગવડતાનો પણ વિચાર કરવોને 500 કે 1000નું તો પેટ્રોલ-ડીઝલ પુરી આપીએ છીએ. પણ કોઇ 500ની નોટ આપે અને 100 કે 200નું પેટ્રોલ પુરાવે તો તેને રૂા. 400 કે 300 બાકી રહે તેના કુપન આપીએ છીએ. જેથી તે બીજી વખત કુપન લઇ પેટ્રોલ પુરાવી શકે. આમ અમારી અને ગ્રાહકની સગવડતા સચવાઇ રહી છે. > પ્રતાપભાઇખુમાણ,સૂર્યોદય પેટ્રોલપંપ-સાવરકુંડલા

^ આશિષ વાળાએ કહ્યું હતુ કે,રીક્ષાનું ભાડું આપવામાં છુટ્ટાની પારાયણ થાય છે. કોલેજનાં મિત્રોમાંથી એક મિત્ર રૂપિયા આપી દે છે.અને બીજા દિવસે બીજો મિત્ર રૂપિયા આપે છે. સાથે રિક્ષા કરી અભ્યાસ માટે જઇએ છીએ.

^ કલેકટર કચેરીનાં જપન બક્ષી અને ભરતભાઇ પુરોહિતે કહ્યું હતું કે,છુટ્ટા રૂપિયા નથી.જેના કારણે ચા,ફાકી અને અન્ય ખર્ચ માટે ક્રમ પાડી લીધા છે.આજે એક કર્મચારી રૂપિયા આપે તો બીજા વખત ખર્ચ કરવા માટે અન્ય કર્મચારી રૂપિયા આપે.તેવી રીતે ગાડી ચલાવીએ છીએ.

^શિક્ષક તરૂણભાઇ કાટબામણા અને દુષ્યંતભાઇ જોષીએ કહ્યું હતુ કે, મહિનાની છેલ્લી તારીખ છે.રૂપિયાની ખેંચ છે. રૂપિયા નથી. એટલે હવે મિત્રો અને સગા પાસેથી રૂપિયા ઉછીના લીધા છે. તેના આધારે ખર્ચ કરી રહ્યા છીએ.

^ સરકારી કર્મચારી અશ્વિનભાઇ પટેલે કહ્યું હતું કે,છુટ્ટા મળતા નથી. જરૂરીયાતમાં કાપ મુકી દીધો છે. પુત્ર ચિરાગનાં લગ્ન છે. જે ઓળખીતા વેપારીએ છે ત્યાથી બાકીમાં ખરીદી કરવાની છે. તેમજ કોઇ દિવસ ઇ- બેંકીંગમાં વહિવટ કર્યો નથી.પરંતુ હવે ઇ-બેંકીંગનો માર્ગ આપનાવ્યો છે.

^જૂનાગઢમાં ગોકુલધામ સોસાયટીએ પોતાનાં કેશકુપન બહાર પાડ્યા છે. સોસાયટીનાં પ્રમુખ કાંતીભાઇ જાજરૂકિયાએ કહ્યું હતું કે, સોસાયટીની મહિલાઓને ખરીદીમાં તકલીફ પડે તે માટે સોસાયટીનાં કેશ કુપન બહાર પાડ્યા છે. જેમાં રૂપિયા, 10,20,50 અને 100નાં કેશ કુપન બનાવ્યા છે. તેમાં સોસાયટીનો સિક્કો અને મારી સહી છે. સોસાયટીમાં આવેલી દુકાનમાં ચાલે છે.

મહિલાઓએ સાથે ખરીદી તો કોઇ કેશકુપન કે મિત્રોની મદદથી ગબડાવી રહ્યા છે ગાડુ

^ નિર્મળાબેન જાજરૂકિયાએ કહ્યું હતું કે, છુટ્ટા રૂપિયાનાં કારણે સમસ્યા છે. દુઘ તો બાકીમાં આપે છે.પરંતુ શાકભાજી બાકીમાં મળતુ નથી.તો એપાર્ટમેન્ટનાં કાંતાબેન, ચંદ્રીકાબેન સાથે મળીને શાકભાજીની ખરીદી કરીએ છીએ.બાદ ભાગ પાડી લઇએ છીએ. રોજનું 150 રૂપિયાથી વધુનુ શાકભાજી થાય છે.

^ કરિયાણાની દુકાને માલ લેવા જતા ગૃહિણી નેહલબેન સવસાણી, ગીતાબેન વાછાણી, તુલસીબેનએ કહ્યું હતુ કે, છુટ્ટા રૂપિયા નથી. તો માલ બાકીમાં લઇએ છીએ. અને કેશ કુપનથી વહીવટ કરી રહ્યા છે. બાદમાં દુકાનદારને રૂપિયા આપી દઇશું.

અન્ય સમાચારો પણ છે...