તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટોડા નજીક બસ પલટી, 20 ને ઇજા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વળાંકમાં કારને બચાવવાના પ્રયાસમાં ભરૂચ- અમરેલી રૂટની બસ ખાળીયામાં

લાઠીતાલુકાના ટોડા ગામ નજીક ગઇરાત્રે વળાંકમા કાર ચાલકને બચાવવાના પ્રયાસમા ભરૂચ અમરેલી રૂટની એસટી બસ ખાળીયામા પલટી ખાઇ જતા 20થી વધુ મુસાફરોને ઇજા પહોંચી હતી. તમામ ઘાયલોને સારવાર માટે અમરેલી સિવીલમા ખસેડાયા હતા.

અકસ્માતની ઘટના લાઠી અમરેલી રોડ પર ટોડા ગામ નજીક વળાંકમા બની હતી. પોલીસ સુત્રોમાથી જાણવા મળતી વિગત મુજબ ભરૂચ અમરેલી રૂટની એસટી બસ ગઇરાત્રે અમરેલી તરફ આવી રહી હતી ત્યારે વળાંકમા સામેથી એક કાર આવતા ચાલકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે કાર સાથે અથડાઇ બસ ખાળીયામા પલટી ખાઇ ગઇ હતી. અકસ્માતમા બસના ચાલક ઇબ્રાહીમભાઇ ઇસ્માઇલભાઇ તથા કંડકટર દિલીપભાઇ શંકરભાઇ પટેલ સહિત 20થી વધુ મુસાફરોને ઇજા પહોંચતા તમામને સારવાર માટે અમરેલી સિવીલમા ખસેડાયા છે.

બનાવને પગલે અહી અફડાતફડી મચી ગઇ હતી. 108 એમ્બ્યુલન્સની ટીમ દ્વારા તાબડતોબ ઘાયલોને અમરેલી દવાખાને ખસેડાયા હતા. અમરેલી હોસ્પિટલે લોકોના ટોળેટોળા ઉમટયા હતા. ઘાયલોમા અમરેલી પંથકના મુસાફરો ઉપરાંત ભરૂચ પંથકના મુસાફરોનો પણ સમાવેશ થાય છે. બનાવને પગલે પોલીસ કાફલાએ ઘટના સ્થળે દોડી જઇ તપાસ શરૂ કરી છે.

અકસ્માતમા અમરેલીના અતુલભાઇ મનસુખગીરી ગૌસ્વામી, વિનોદભાઇ કે.સોલંકી, પરશોતમભાઇ ગુલાબભાઇ સુખીજા, જાકિરહુશેન દાદલીબાપુ નકવી, રાંઢીયાના રહીમભાઇ અલીભાઇ પઠાણ, રહેમતઅલી અલીભાઇ પઠાણ ,મુંબઇના સુરેશભાઇ અમૃતભાઇ રાઠોડ સહિત 20થી વધુ લોકોને ઇજા પહોંચી હતી.

કોણ કોણ થયુ ઘાયલ ?

અન્ય સમાચારો પણ છે...