તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમરેલીમાં સંવાદ અને કાવ્ય ગોષ્ઠિની બેઠક મળી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કવિઓએ કાવ્યપાઠ, ગાન, ચર્ચા આસ્વાદની રસભરી લ્હાણી કરી

અમરેલીમાસાહિત્યિક સંસ્થા સંવાદની કાવ્ય ગોષ્ઠિ બેઠક અહીની ક્રિષ્ના પબ્લિક સ્કુલ ખાતે મળી હતી. દર માસે નિયમિત મળતી બેઠકમાં કવિઓ દ્વારા કાવ્ય પાઠ, ગાન, ચર્ચા અને આસ્વાદની લ્હાણ થઇ હતી.

સંવાદની કાવ્ય ગોષ્ઠિની બેઠક કવિ હર્ષદ ચંદારાણાના અધ્યક્ષસ્થાને અને કવિ ડો. દુર્ગાબેન જોશી અને નવિન જોશીની વિશેષ ઉપસ્થિતીમાં મળી હતી. બેઠકના પ્રારંભે સંયોજક પરેશ મહેતાએ અમરેલીના વિદુષી નારી સાહિત્યકાર ડો. કાલિન્દી પરીખનો જન્મદિન હોય સંવાદ પરિવાર વતી શુભેચ્છા પાઠવવામા આવી હતી. બાદમા અતિથી કવિઓનો પરિચય કરાવી તેમજ પુસ્તક સંપુટ આપી અભિવાદન કરવામા આવેલ. કાવ્યપાઠમા હર્ષદ ચંદારાણા, નવિન જોશી, ડો. દુર્ગાબેન, ડો. કાલિન્દી પરીખ, બાલકિશન જોગી, ડો.ભારતીબેન બોરડ, ડો. વિનોદ રાવલ, કનુભાઇ લીંબાસીયા, હસમુખ મહેતા, ધર્મશ ઉનાગર અને પરેશ મહેતાએ ભાગ લઇને ગીત ગઝલ અછાંદસ હાયકુની રસભરી પ્રસ્તુતિ કરી હતી.

તકે વિપુલભાઇ વ્યાસ, જીગરભાઇ ગોંડલીયા, મુકેશભાઇ દવે, સુભાષભાઇ વ્યાસ, મુકેશભાઇ જોગી સહિત ઉપસ્થિત રહ્યાં હતા.

અમરેલી શહેરમાં દર મહિને મળતી બેઠકમાં કવિઓએ કાવ્ય પાઠ, ગાન, ચર્ચા અને આસ્વાદની લ્હાણી કરી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...