તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમરેલીમાં વહેલી સવારે ધુમ્મસ છવાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિયાળાના આગમનને વાર છે ત્યારે સવારનું તાપમાન ઘટીને 22 ડિગ્રીએ

હજુચોમાસાના અંતિમ દિવસો ચાલી રહ્યાં છે. જો કે વરસાદના કયાંય એંધાણ નથી. શિયાળાના આગમનના પણ એંધાણ નથી અને બપોરે ભાદરવાનો આકરો તાપ પડી રહ્યો છે તેની વચ્ચે આજે અમરેલીમા વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયુ હતુ. અને સવારે સાડા સાતેક વાગ્યાના સુમારે પણ ધુમ્મસ છવાયેલુ હતુ.છેલ્લા કેટલાક દિવસથી અમરેલી પંથકમાં મેઘરાજાએ વિરામ લઇ લીધો છે. જો કે ચોમાસુ હજુ પુર્ણ થયુ નથી આમ છતા આકાશમાથી વાદળો ગાયબ છે. માત્ર છુટાછવાયા વાદળો નજરે ચડે છે. અલબત હજુ શિયાળાને ઘણી વાર છે અને હાલમા ભાદરવાનો આકરો તાપ પણ પડી રહ્યો છે. બપોરના સમયે તો તાપમાનનો પારો 33 ડિગ્રીને પણ પાર કરી જાય છે. આજે પણ અમરેલી શહેરમા મહતમ તાપમાન 33.3 ડિગ્રી રહ્યું હતુ. પરંતુ હવામાનમા બદલાવ જોવા મળ્યો કે વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાઇ ગયુ હતુ. સામાન્ય રીતે શિયાળાના આગમન સમયે અને શિયાળા દરમિયાન જોવા મળે તેવુ ધુમ્મસ આજે સવારે અમરેલી પર છવાયુ હતુ. ઉપરાંત સવારનુ તાપમાન પણ ઘટીને 22 ડિગ્રી નોંધાયુ હતુ. બીજી તરફ હવામા ભેજનુ પ્રમાણ પણ વધીને 90 ટકા થયુ હતુ જયારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાક 9.5 કિમીની રહી હતી.

સાત વાગ્યા સુધી રહ્યું ધુમ્મસ

વહેલી સવારે પાંચેક વાગ્યાના સુમારે ધુમ્મસ નજરે પડયુ હતુ અને સતત બે કલાક સુધી ધુમ્મસ રહ્યું હતુ સવારે સાતેક વાગ્યાના સુમારે ધીમેધીમે ધુમ્મસ હટી ગયુ હતુ. તસ્વીર- પ્રકાશ ચંદારાણા

અન્ય સમાચારો પણ છે...