તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપણે જાગૃત બનીએ તો પ્રજાહિતનાં કામ થાય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીમાં કલેકટરનાં અધ્યક્ષ સ્થાને શ્રેષ્ઠ પ્રશાસન જાગૃતિ અભિયાન અંગે શિબિર

અમરેલીમાં કલેકટર કચેરી ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા આયોજીત શ્રેષ્ઠ પ્રશાસન જાગૃતિ અભિયાન અંતર્ગત તનાવમુકત વાતાવરણમા પ્રશાસન પ્રક્રિયાઓ દ્વારા લોકહિતની પ્રવૃતિઓ સરળતાથી કરી શકાય તેવા પ્રયાસો અંગે શિબિર સંપન્ન થઇ હતી.

કલેકટર દિલીપ રાણાએ જણાવ્યું હતુ કે આપણે પહેલા આપણી જાત પરત્વે જાગૃત બનીશું તો પ્રજાહિતની કામગીરી સરળતાથી પાર પાડી શકીશું. સુશાસન આપવા માટે ચિંતામુકત વાતાવરણથી લોકહિતના નિર્ણયો સરળતાથી અમલી બનાવી શકાય છે. તે દિશામા સહુએ કટિબધ્ધ થવાની આવશ્યકતા પર તેમણે ભાર મુકયો હતો. વ્યસનમુકત સરળ જીવનની શરૂઆત પોતાનાથી કરવી પડશે તો આપણે અન્યના માર્ગદર્શક બની શકીશું.

શિબિરમાં બ્રહ્માકુમારી નંદાબેને જણાવ્યું હતુ કે કપરા તનાવમાથી આપણે પસાર થઇને જીવન જીવી રહ્યાં છીએ ત્યારે જીવનની ભાગદોડ સ્પર્ધામાથી આપણા પોતાના માટે પણ થોડો સમય ચિંતન કરીશું તો અન્યના હિતની પ્રવૃતિને પણ આપણે સરળ બનાવી શકીશું. બ્રહ્માકુમારી પારૂલબેને સાચા લિડરની વ્યાખ્યા સમજાવતા જણાવ્યું હતુ કે કોઇ વ્યકિત તરફથી થતી રજુઆતને તરત રીએકશન આપ્યા વગર તેને સમજી તેનુ ચિંતન કરી જાતે ખરેખર શાસક માટે ઉચિત ગણાશે.

બ્રહ્માકુમારી રીનાબેને રાજયોગનુ મહત્વ સમજાવી યોગની અનુભુતિ કરાવી હતી. પ્રસંગે મુખ્ય સંચાલિકા ગીતાદીદી ઉપસ્થિત રહ્યાં હતા. કાયક્રમનુ સંચાલન કિંજલબેને કર્યુ હતુ. સંકલ્પ પત્રનુ વાંચન શિવાંગભાઇએ કર્યુ હતુ.

ચિંતામુક્ત વાતાવરણમાં કામ કરવા કલેકટરે આપી સલાહ. તસ્વીર- ભાસ્કર

અધિકારીઓએ શ્રેષ્ઠ કામ માટે લીધા શપથ

અન્ય સમાચારો પણ છે...