તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • અમરેલીમાં ગણેશ મહોત્સવમાં 1200 રોપાઓનું વિતરણ કરાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલીમાં ગણેશ મહોત્સવમાં 1200 રોપાઓનું વિતરણ કરાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પર્યાવરણ બચાવો, જીવન બચાવોના હેતુ સાથે આયોજન કરાયું

અમરેલીમાવિવેકાનંદ ચેરીટેબલ ટ્રસ્ટ અને ડાયનેમિક ગૃપ દ્વારા ગણેશ મહોત્સવ દરમિયાન રંગપુરણી સ્પર્ધાના તમામ 1200 સ્પર્ધકોને પ્રોત્સાહક ઇનામોની સાથે વૃક્ષના રોપાઓનુ પણ વિતરણ કરવામા આવશે. અમરેલી શહેરમા વિવેકાનંદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન અહીના ચક્કરગઢ રોડ પર કરવામા આવ્યું છે. અહી મહોત્સવ દરમિયાન નાટક, રંગપુરણી સ્પર્ધા, કથા, બટુક ભોજન, દાતાઓનુ સન્માન, પર્યાવરણ જાગૃતિ સહિતના કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે.

અહી આગામી તા. 13ના રોજ રંગપુરણી સ્પર્ધાના તમામ 1200 સ્પર્ધકોને પ્રોત્સાહક ઇનામો આપવામા આવશે તેની સાથે સાથે પર્યાવરણ બચાવો જીવન બચાવોના સુત્રને સાર્થક કરવાના હેતુથી અહી 1200 રોપાઓનુ વિતરણ કરી વાલીઓને વૃક્ષારોપણના સંકલ્પો લેવડાવવામા આવશે. અભિયાનને સફળ બનાવવા ડાયનેમિક ગૃપના પ્રમુખ હરેશભાઇ બાવીશી, ચેતનભાઇ ડેર, રમેશભાઇ ધાનાણી, દેવેન્દ્રભાઇ દેવમુરારી, આનંદભાઇ જોષી સહિત જહેમત ઉઠાવી રહ્યાં છે.

રંગપુરણી સ્પર્ધાના તમામ 1200 સ્પર્ધકોને પ્રોત્સાહક ઇનામો આપવામા આવશે તેની સાથે સાથે પર્યાવરણ બચાવો જીવન બચાવોના સુત્રને સાર્થક કરવાના હેતુથી અહી 1200 રોપાઓનુ વિતરણ કરી વાલીઓને વૃક્ષારોપણના સંકલ્પો લેવડાવવામા આવશે.

છાત્રોનાં વાલીઓને પણ સંકલ્પ લેવાડાવાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો