તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • લાલાવદર નજીક કુતરૂ આડુ પડતા બાઇક પલટી જવાથી આધેડનું મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાલાવદર નજીક કુતરૂ આડુ પડતા બાઇક પલટી જવાથી આધેડનું મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભોજલધામથી પરત જતા લીલીયાના આધેડને નડ્યો અકસ્માત

લીલીયાનાએક આધેડ ગઇકાલે સાંજે પોતાનું મોપેડ લઇ લાલાવદર ગામમાંથી પસાર થતા હતા ત્યારે અચાનક કુતરૂ આડુ ઉતરતા મોપેડ પલટી ખાઇ ગયુ હતું. જેના કારણે આધેડને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. ગંભીર ઇજાના કારણે આધેડનું ઘટનાસ્થળે મોત થયુ હતું. અમરેલી પંથકમાં અકસ્માતોની ઘટના વધી પડી છે. અમરેલી તાલુકાના લાલાવદરમાં ગઇસાંજે જીવલેણ અકસ્માત સર્જાયો હતો. લીલીયાના રહીમભાઇ નથુભાઇ ચૌહાણ (ઉ.વ. 55) નામના આધેડ પોતાનું મોપેડ લઇ કોઇ કામ સબબ ભોજલધામ ગયા હતા અને ત્યાંથી ગઇસાંજે સાડા છએક વાગ્યાના સુમારે તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે લાલાવદર ગામ સુધી પહોંચતા કુતરૂ આડુ ઉતર્યુ હતું. જેને પગલે તેનું મોટર સાયકલ પલટી ખાઇ ગયુ હતું. અકસ્માતમાં રહીમભાઇ ચૌહાણને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. જેના પગલે તેઓનું ઘટનાસ્થળે મોત થયુ હતું. બનાવ અંગે લાલાવદરના કાંતીભાઇ ભવાનભાઇ આંખજાએ અમરેલી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. પીએસઆઇ કે.એલ. ચૌધરી બનાવની તપાસ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો