તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • જામનગરમાંથી બાઇક ચોરી કરનાર શખ્સ અમરેલી શહેરમાંથી ઝડપાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગરમાંથી બાઇક ચોરી કરનાર શખ્સ અમરેલી શહેરમાંથી ઝડપાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોંડલના શખ્સ પાસેથી બે ચોરાઉ મોટર સાયકલ મળ્યા

મુળગોંડલનો અને હાલમાં અમરેલીમાં રહેતા એક ગઢવી શખ્સને અમરેલી એલસીબીએ આજે જામનગરમાંથી ચોરેલા મોટર સાયકલ સાથે ઝડપી લીધો હતો. શખ્સના ઘરમાંથી પણ એક મોટર સાયકલ ઝડપાયુ હતું.

અમરેલી એલસીબીએ આજે અહિંના ઠેબી નદીના કાંઠે રહેતા જાલણ ગોવિંદભાઇ માવલીયા (ઉ.વ. 25) નામના ગઢવી શખ્સને ચોરાઉ મોટર સાયકલ સાથે ઝડપી લીધા હતાં. ઢોર ચરાવવાનો ધંધો કરતો શખ્સ મુળ ગોંડલનો વતની છે. અમરેલી એલસીબીના નવનિયુક્ત પીઆઇ એ.પી. પટેલ અને તેની ટીમ દ્વારા નાગનાગ સર્કલ પાસે વાહન ચેકીંગ કરાયુ હતુ ત્યારે નંબર વગરના મોટર સાયકલ સાથે શખ્સ નિકળ્યો હતો.

એલસીબી દ્વારા શખ્સની આગવી ઢબે પુછપરછ કરાતા તેણે દોઢેક વર્ષ પહેલા જામનગરમાં ગુરૂદ્વારા ચોકડી, સાતહનુમાન પાસેથી મોટર સાયકલ ચોરી કર્યાની કબુલાત આપી હતી. જેને પગલે રૂા. 17 હજારની કિંમતનું બાઇક કબજે લેવાયુ હતું. દરમીયાન શખ્સના ઘરમાં પણ એક ચોરાઉ મોટર સાયકલ હોવાની બાતમી મળતા પોલીસે ઘરમાંથી પણ તે બાઇક કબજે લીધુ હતું. સ્ટાફના અબ્દુલભાઇ સમા, વિજયભાઇ ગોહિલ, જગદિશભાઇ જનકાત, ગોવિંદભાઇ પરમાર વિગેરેએ તે વધુ કેટલી ચોરીમાં સંડોવાયેલો છે તે જાણવા પુછપરછ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો