તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • અમરેલીમાં કિશોરને ત્રણ શખ્સોએ પાઇપના ઘા ઝીંક્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલીમાં કિશોરને ત્રણ શખ્સોએ પાઇપના ઘા ઝીંક્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જુના મનદુ:ખમાં મધરાત્રે રોડ પર હુમલો

કાઠીકિશોર પર હુમલાની ઘટના અમરેલીના ચક્કરગઢ રોડ પર ગઇરાત્રે સાડા બારેક વાગ્યાના સુમારે ફાટક નજીક બની હતી. અહિંના અમૃતનગરમાં રહેતા યુવરાજ બાબાભાઇ મકવાણા (ઉ.વ. 16) નામના કિશોર પર સાગર ઘનશ્યામ વેકરીયા અને અન્ય બે અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. બન્ને વચ્ચે અગાઉ માથાકુટ થઇ હતી. જેનું મનદુ:ખ ચાલ્યુ આવતુ હતું. ગઇકાલે સાગરે તેને હોકી વડે માર માર્યો હતો. ઉપરાંત બે અજાણ્યા શખ્સોએ તેને પાઇપ વડે માર મારી ઇજા પહોંચાડી હતી.

શખ્સોએ તેને પગના નળામાં પાઇપના ઘા માર્યા હતાં. જેને પગલે તે ઘાયલ થઇ જતા સારવાર માટે દવાખાને ખસેડાયો છે. ત્રણેય શખ્સો સામે બારામાં તેણે સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો