તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • પીઓપીની સેંકડો મૂર્તિઓના વિસર્જનથી શેત્રુજી ઠેબીમાં પ્રદુષણનું વધ્યું જોખમ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પીઓપીની સેંકડો મૂર્તિઓના વિસર્જનથી શેત્રુજી-ઠેબીમાં પ્રદુષણનું વધ્યું જોખમ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માટીના ગણેશ બને તો વિસર્જન વખતે માટીમાં માટી મળી જશે

ગણપતિમહોત્સવની ધુમ ચાલી રહી છે. સાથે સાથે ઠેર ઠેર માટીના ગણપતિની મૂર્તિઓના ઉપયોગ અંગે લોકજાગૃતિ પણ વધી રહી છે. જો કે ચાલુ વર્ષે અમરેલીમાં પીઓપીની મૂર્તીનું સૌથી વધુ વેચાણ થયુ છે. જેને પગલે શેત્રુજી-ઠેબીમાં એક તરફ પુરતુ પાણી નથી અને સેંકડો પીઓપીની મૂર્તિઓના વિસર્જનથી પ્રદુષણનુ જોખમ પણ વધશે.

હવે માટીના ગણપતિનું ચલણ પણ વધી રહ્યુ છે અને આવતા વર્ષે તેનું પ્રમાણ હજુ વધે તેવી જાગૃતિ જોવા મળી રહી છે. અમરેલી શહેરના મોટાભાગના ગણપતિનું ઠેબી નદી, કામનાથ ડેમ અને થોડે દુર શેત્રુજી નદીમાં દર વર્ષે વિસર્જન કરાય છે. કામનાથ ડેમ ખાલીખમ્મ છે અને ગંદા પાણીના ખાબોચીયા ભર્યા છે. ઠેબીના પટમાં પણ નહીવત પાણી છે. આવી સ્થિતી શેત્રુજી નદીની છે. ત્યારે પીઓપીની મૂર્તીઓનુ તેમાં વિસર્જન થશે. પીઓપીની જગ્યાએ જો માટીના ગણેશનું સ્થાપન થાય તો વિસર્જન વખતે માટીમાં માટી ભળી જાય અને જળનું પ્રદુષણ પણ ઘટે. દિવ્ય ભાસ્કર આવનારા સમયમાં લોકોને માટીના ગણેશનું સ્થાપન કરી પૂજન-અર્ચન કરવા અપીલ કરે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો