તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રદેશ ભાજપ પ્રમુખ વાઘાણી સોમવારે અમરેલી આવશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિવિધ યોજનાઓ લોકો સુધી લઇ જવા કવાયત

ગુજરાતપ્રદેશ ભાજપ પ્રમુખપદે જીતુભાઇ વાઘાણીની વરણી થયા બાદ તેઓ પ્રથમ વખત અમરેલી જીલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. સોમવારે તેઓ અમરેલીમાં કાર્યકરો અને આગેવાનો સાથે અલગ અલગ બેઠક કરી સરકારની યોજનાઓ અને સિધ્ધીઓ જનતા સુધી લઇ જવા અંગે ચર્ચા-વિચારણા કરશે.

સોમવારે સવારે 9 કલાકથી અમરેલીમાં લીલીયા રોડ પર આવેલી શ્યામ વાડી ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણી જુદી જુદી બેઠકો યોજશે. સવારે 10 કલાકે પક્ષના મોરચાના હોદેદારો, જીલ્લા ભાજપ અને મહિલા મોરચા તથા મંડળોના હોદેદારો સાથે તેઓ બેઠક યોજી ચર્ચા-વિચારણા કરશે. ત્યારબાદ બપોરે 12 કલાકે સાંસદ, ધારાસભ્યો, જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને પાલીકાના સભ્યો તથા સહકારી સંસ્થાના હોદેદારો સાથે બેઠક યોજાશે. જ્યારે બપોરે ત્રણ કલાકે મોરચા અને જીલ્લા ભાજપના હોદેદારો, મંડળના પ્રમુખો સહિતના વિવિધ હોદેદારો સાથે બેઠક યોજાશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો