તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • અમરેલી પાલિકા સફાઇ કામદારોની વિજળીક હડતાળ સાથે રોષપુર્ણ રેલી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલી પાલિકા સફાઇ કામદારોની વિજળીક હડતાળ સાથે રોષપુર્ણ રેલી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર મહાનગરપાલિકામા સફાઇ કર્મચારીના આત્મહત્યાની ઘટનાને વખોડી કાઢી

ભાવનગરમહાનગરપાલિકામા ફરજ બજાવતા એક સફાઇ કર્મચારીએ આત્મહત્યા કરી લેતા ઘટનાને લઇને સમગ્ર રાજયમા સફાઇ કામદારોમા ઘેરા પડઘા પડયા છે ત્યારે આજરોજ અમરેલીમાં અખીલ ભારતીય સફાઇ મજદુર સંઘના નેજા તળે સફાઇ કામદારોએ બપોરબાદ વિજળીક હડતાલ પાડી અને રેલી કાઢી હતી.

અમરેલીમાં અખીલ ભારતીય સફાઇ મજદુર સંઘના રાષ્ટ્રીય મહાસચિવ અરવિંદભાઇ સીતાપરાની આગેવાનીમાં આજે બપોરબાદ અમરેલી નગરપાલિકાના સફાઇ કામદારો વિજળીક હડતાલ ઉપર ઉતરી ગયા હતા. ભાવનગર મહાનગરપાલિકામા અધિકારીના અત્યાચારના કારણે એક સફાઇ કર્મચારીએ આત્મહત્યા કરી લેતા અમરેલીના સફાઇ કામદારોમા ઘટનાના ઘેરા પડઘા પડયા હતા.

અમરેલી નગરપાલિકાના સફાઇ કામદારોએ બપોરબાદ વિજળીક હડતાલ પાડી કામથી અળગા રહ્યાં હતા. અખીલ ભારતીય સફાઇ મજદુર સંઘના રાષ્ટ્રીય મહાસચિવ અરવિંદભાઇ સીતાપરાએ જણાવ્યું હતુ કે ગઇકાલે ભાવનગરમા મહાનગરપાલિકાના સફાઇ કર્મચારીએ આત્મહત્યા કરી લીધી હતી. ભાવનગર મહાનગરપાલિકાના બેરહેમ અધિકારીએ પોતાનો અહમ પોસવા માટે કામદાર ઉપર માનસિક દબાણ લાવી તેના પાસે નિર્દય અને બળપુર્વક કામ કરાવાતા કર્મચારી મુકેશભાઇ ધનજીભાઇ ગોહિલે આત્મહત્યા કરી હતી જે દુખની બાબત છે.

અમરેલીમા સફાઇ કામદારોએ રેલી કાઢી પાલિકા પ્રમુખને પણ રજુઆત કરી હતી. જેમા જણાવાયું હતુ કે ભાવનગર મહાનગરપાલિકાના અધિકારીના અત્યાચારના કારણે નિર્દોષ સફાઇ કર્મચારીએ આત્મહત્યા કરી લીધી છે. કર્મચારીના મૃત્યુથી તેના વૃધ્ધ માતા પિતા, પત્ની અને બાળકો નિરાધાર બન્યા છે. નિષ્ઠુર અને બેરહેમ મહાનગરપાલિકા ભાવનગરના પદાધિકારીઓ અને અધિકારીઓએ બનાવને ચોવીસ કલાક થવા છતા કોઇપણ ઉકેલ લાવતા હજુ પણ કર્મચારીનો મૃતદેહ ભાવનગર હોસ્પિટલના હવાલે છે. જેની સહાનુભુતિ માટે અમરેલી પાલિકાના તમામ સફાઇ કામદારોએ વિજળીક હડતાલ પાડી વિરોધ વ્યકત કર્યો હતો.

અખીલ ભારતીય સફાઇ મજદુર સંઘના રાષ્ટ્રીય મહાસચિવ અરવિંદભાઇ સીતાપરાએ જણાવ્યું હતુ કે ભાવનગર મહાનગરપાલિકાના અધિકારીઓના અત્યાચારથી એક નિર્દોષ સફાઇ કર્મચારીનુ મોત નિપજયું છે જે ખુબ દુખની લાગણી છે. ઘટનાને અમરેલીના તમામ સફાઇ કામદારો વખોડી કાઢે છે અને દુખની લાગણી અનુભવે છે.તસ્વીર -પ્રકાશ ચંદારાણા

સફાઇ કામદારો દુખની લાગણી અનુભવે છે- સીતાપરા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો