તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલીમા આજે ત્રિરંગા યાત્રાનું આયોજન કરાયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સમગ્રદેશમા 70મુ સ્વાતંત્ર્ય પર્વ આન-બાન-શાનથી ઉજવાય તેવું ઉમંગભર્યા વાતાવરણનું નિર્માણ થઇ રહ્યું છે. ત્યારે સમગ્ર ગુજરાતમા પણ રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માનની ભાવના તેમજ દેશ પ્રત્યે સમર્પણની ભાવના વધુ ઉજાગર થાય તે હેતુથી આવતીકાલે સ્વાતંત્ર્ય પર્વની પુર્વ સંધ્યાએ ત્રિરંગા યાત્રા યોજાશે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ સ્વાતંત્ર્ય પર્વની પુર્વ સંધ્યાએ અમરેલીમા તા. 14ના રોજ સાંજના 5:30 કલાકે રાજમહેલ કમ્પાઉન્ડ ખાતેથી ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામા આવ્યું છે. ત્રિરંગા યાત્રામા સુશોભિત વાહનો, બાઇક સવારો, અમરેલી શહેરના મુખ્યમાર્ગ ઉપરથી પસાર થઇ સાંજના 6:30 કલાકે સરદાર સર્કલ, ફોરવર્ડ હાઇસ્કુલ પાસે સમાપન થશે.

ફોરવર્ડ હાઇસ્કુલ પાસે સાંજના સમયે દેશભકિતના ગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામા આવેલ હોય રાષ્ટ્રભકિતને ઉજાગર કરતા કાર્યક્રમમા સર્વે નાગરિકોને ઉપસ્થિત રહેવા જિલ્લા કલેકટર દિલીપ રાણાએ જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો