તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જિલ્લાકક્ષાનો સાયન્સ સેમીનાર યોજાશે

જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જિલ્લાકક્ષાનો સાયન્સ સેમીનાર યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી | અમરેલીમાંઆજરોજ ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ગર્વમેન્ટ ઓફ ગુજરાત પુરસ્કૃત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, ગિરધરભાઇ સંગ્રહાલય અને બાલભવન અમરેલી ખાતે જિલ્લાકક્ષાનો નેશનલ સાયન્સ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. અમરેલીમાં આવેલા ગીરધરભાઇ સંગ્રહાલય અને બાલભવન, અમરેલી ખાતે આજરોજ સવારે કલાકે જિલ્લા કક્ષાનો નેશનલ સાયન્સ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં અવાર નવાર બાળકો માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેનાથી બાળકોની અંદર રહેલી આંતરીક શક્તિઓ બહાર આવે. અને તેમને આગળ વધવા માટે પ્રોત્સાહન મળે. સાયન્સ સેમિનારનો મુખ્ય વિષય સ્વચ્છ ભારત વિજ્ઞાન અને ટેક્નોલોજીની ભુમિકા અને પડકાર પર આધારિત વિષય વસ્તુને આવરી લઇ ધોરણ 8 થી 10ના વિદ્યાર્થીઓ 6 મિનિટનું પ્રેજન્ટેશન રજુ કરશે. સાયન્સ સેમિનારમાં બે વિદ્યાર્થીની એક ટીમ સહભાગી થઇ શકશે. શાળાઓના મહત્તમ વિદ્યાર્થીઓ સાયન્સ સેમિનારમાં સહભાગી બને તેવો અનુરોધ કરાયો છે. જે શાળાઓ સાયન્સ સેમીનાર અન્વયેની એન્ટ્રી કરાવી શકી નથી તેવી શાળાઓ સેમીનારના દિવસે એન્ટ્રી કરાવી, વિદ્યાર્થીઓ સહભાગી થઇ શકશે.

અન્ય સમાચારો પણ છે...