તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • અમરેલીમાં નાના બસ સ્ટેન્ડની કામગીરી પૂર્ણતાના આરે

અમરેલીમાં નાના બસ સ્ટેન્ડની કામગીરી પૂર્ણતાના આરે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીખાતે નાગનાથ મહાદેવ મંદિર પાસે નવું નાનુ બસ સ્ટેન્ડ બની રહ્યું છે. જેની કામગીરી પૂર્ણ થવામાં છે અને હાલ તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જેથી અહીં બહાર ઉભા રહેતા પેસેન્જરો માટે ખૂબ સારી વ્યવસ્થા થઇ જશે અને આવનારા દિવસોમાં વરસાદના કારણે લોકોને હેરાન નહીં થવું પડે.અમરેલીમાં પહેલાં રાજકમલ ચોક ખાતે નાનું બસ સ્ટેન્ડ હતું જે ઘણા સમયથી ફરીને નાગનાથ મંદિર પાસે આવી ગયું છે. અહીં બસ સ્ટેન્ડની કામગીરી શરૂ હોય લોકોને બહાર ઉભા રહેવું પડે છે. અહીં દિવસ દરમિયાન અનેક પ્રાઇવેટ વાહનો પણ પસાર થાય છે અને પ્રદૂષણ કરે છે. જેના કારણે લોકોને પરેશાન થવું પડે છે અને બિમારીનો ભોગ બનવું પડે છે. બસ સ્ટેન્ડનું કામ પુરૂ થવામાં હોય લોકોમાં આનંદની લાગણી જોવા મળે છે.અહીં બસ સ્ટેન્ડના કામને આખરી ઓપ અપાઇ રહ્યો છે. મોટા ભાગની કામગીરી પૂર્ણ થઇ ચુકી છે. અહીં ખૂબ શાનદાર બસ સ્ટેન્ડનું નિર્માણ કરવામાં આવ્યું છે. આગામી થોડા દિવસોમાં પેસેન્જરોને અહીં બહાર નહી ઉભા રહેવું પડે. આગામી થોડા દિવસોમાં વરસાદની સિઝન પણ શરૂ થવાની હોય લોકોને હેરાન નહી થવું પડે અને સૌ કોઇ અહીં બસ સ્ટેન્ડમાં શાંતિથી બેસી શકશે.

અન્ય સમાચારો પણ છે...