તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • અમરેલી બહારપરામાં બે શખ્સોએ દંપતિને મારમાર્યો

અમરેલી બહારપરામાં બે શખ્સોએ દંપતિને મારમાર્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીબહારપરામાં બે શખ્સોએ મળીને કોઇ કારણોસર દંપતિને માર માર્યો હતો. બનાવની ફરિયાદ અમરેલી સીટી પોલીસ મથકમાં નોંધાતા પોલીસે બન્ને શખ્સો સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથધરી છે.

અમરેલીના બહારપરામાં રહેતા વિપુલભાઇ બાબુભાઇ બારૈયા નામના યુવાન ગત તા.12ના રોજ પોતાના દિકારને લઇને બજારમાં ફરવા ગયા હતા. દરમ્યાન રસ્તામાં આશીષ સોલંકી અને સુનીલ વાઘા સોલંકી નામના બે શખ્સોએ મળીને વિપુલભાઇને જેમફાવે તેમ ગાળો આપીને જાપટ મારતા હતા. આથી વિપુલભાઇને બચાવવા માટે તેની પત્ની અહી આવતા શખ્સોએ તેની પત્નીને ગાળો આપીને ઢીકાપાટુનો મારમાર્યો હતો.

તેમજ આશીષ સોલંકી નામના શખ્સે વિપુલભાઇને લાકડાનો ઘા માથાના ભાગે મારીને ઇજાઓ કરી હતી. બનાવ વિપુલભાઇને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા. બાદ વિપુલભાઇની પત્નીએ અમરેલી સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને શખ્સો સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...