તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • ખેડૂતોને અનરાધાર વરસાદની વાટ, પણ પડયું માત્ર ઝાપટુ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂતોને અનરાધાર વરસાદની વાટ, પણ પડયું માત્ર ઝાપટુ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જાફરાબાદમાં માત્ર 6મીમી, વરસાદ થતાં લોકો ચિંતિત

વેધર રીપોર્ટર | અમરેલી

અમરેલીપંથકમા જાણે મેઘરાજા રિસાયા છે. લોકો ગમે તેટલી વિનવણી કરે પરંતુ મેહુલીયાના દર્શન થતા નથી. છેલ્લા કેટલાક દિવસોથી માત્ર છુટાછવાયા ઝાપટા પડી રહ્યાં છે. કયારેક તો તે પણ પડતા નથી. આજે પણ માત્ર જાફરાબાદ ખાતે હળવુ ઝાપટુ પડયુ હતુ. હવામાન વિભાગ દ્વારા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઇ છે.

દેશભરમા ભલે અનરાધાર વરસાદ વરસી ગયો પરંતુ સૌરાષ્ટ્રમા સ્થિતી જુદી છે. ઓણસાલ અમરેલી પંથકમા મોળા વરસના એંધાણ વર્તાઇ રહ્યાં છે. ભલે ચોમાસુ ઘણુ બાકી છે અને મેઘરાજા ધારે તો અત્યાર સુધીમા રહેલી વરસાદની ઘટ પુરી કરી શકે પણ કમસેકમ એંધાણ તો સારા નથી જ. અમરેલી પંથકમાં વરસાદનો ઠીકઠીક કહેવાય તેવો એક રાઉન્ડ આવ્યો હતો પરંતુ તેનાથી ખેડૂતો ઉલટી કફોડી સ્થિતીમા મુકાયા છે અને બિયારણ, ખાતરનો ખર્ચ કર્યા બાદ પાક બળી જવાની ભિતી ઉભી થઇ છે. છેલ્લા કેટલાક દિવસોથી જિલ્લામા માત્ર છુટાછવાયા ઝાપટા વરસી રહ્યાં છે. આજે પણ જાફરાબાદમાં એક ઝાપટુ પડયુ હતુ. કલેકટર કંટ્રોલરૂમના સુત્રોએ અહી 6મીમી વરસાદ થયાનુ જણાવ્યું હતુ. જિલ્લામા અન્યત્ર કયાંય ઝાપટા પણ હતા. તાપમાનનો પારો પણ ઉંચકાઇને 33.3 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસમા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામા આવી છે. અમરેલી પંથકના ખેડૂતો મેહુલીયો અનરાધાર તુટી પડે તેની રાહ જોઇ રહ્યાં છે. વાવણી કર્યા બાદ ખેડૂતો વધુ વરસાદ થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો