તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • કાયદો અને વ્યવસ્થા જાળવવા સાત જાહેરનામા પ્રસિદ્ધ કરાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાયદો અને વ્યવસ્થા જાળવવા સાત જાહેરનામા પ્રસિદ્ધ કરાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

અમરેલીજિલ્લામાં વહિવટી તંત્ર દ્વારા જુદાજુદા 7 જાહેરનામાઓ પ્રસિધ્ધ કરવામા આવ્યા છે. જેમાં પોલીસ સ્ટેશનને જાણ કર્યા વિના મકાન ભાડે આપવા, હોટલ અને ગેસ્ટહાઉસના માલિકોએ રાજય બહારના મુસાફરો અંગેની જાણ પોલીસ સ્ટેશને કરવા, જુના મોબાઇલ, સીમકાર્ડના વેપારીઓએ નિયત રજીસ્ટર નિભાવવા, વાહનની લેવેચ કરનાર તથા ભાડે આપનારે નિયત રજીસ્ટર નિભાવવા તેમજ જિલ્લામા વ્યુહાત્મક જગ્યાઓએ સીસીટીવી કેમેરા લગાવવા સહિત જાહેરનામા પ્રસિધ્ધ કરાયા છે.

જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જળવાઇ રહે તે હેતુથી જિલ્લામા વ્યુહાત્મક જગ્યાઓએ નાઇટ વિઝન સીસીટીવી કેમેરા મુકવાની આવશ્યકતા હોય અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ જે.કે.ઠેસીયાએ જાહેરનામુ બહાર પાડયુ છે. ઉપરાંત આતંકવાદના સંજોગો અને ભુતકાળમા થયેલા બોમ્બ બ્લાસ્ટ જેવા બનાવો બનવા પામેલ છે. આતંકવાદ સંસ્થા, સંગઠનો સાથે સંકળાયેલ આતંકીઓ તેમજ ઘરફોડ ચોરી, લુંટ, ધાડ, ચીલઝડપ જેવા ગુનાઓ કરવાની ટેવવાળા રીઢા ગુનેગારો ઘણી વખત પોતાના મોબાઇલ ફોનના ઉપયોગ કરવાના બદલે એસટીડી પીસીઓમા જઇને ફોન દ્વારા ધમકી આપવા, ખંડણી ઉઘરાવવા, અપશબ્દો બોલવા તથા મહિલાઓની જાતિ સતાણી કરવાના બનાવો બનતા હોય એસટીડી પીસીઓ ધારકોએ નિયત રજીસ્ટર નિભાવવા જણાવાયું છે.

ઉપરાંત અમરેલી જિલ્લામાં કામ ધંધો વ્યવસાય કરવા દેશમાથી પુષ્કળ મજુરો આવે છે ત્યારે માલિકો દ્વારા મજુર કે કારીગરોની કોઇ પ્રકારની હકિકત કે પુરેપુરી વિગતો રાખવામા આવતી હોવાથી ગુન્હો કરી નાસી છુટેલ ગુન્હેગારોને પકડવા મુશ્કેલ બની જાય છે. ત્યારે મજુરી કામે રાખેલ મજુર કે કારીગરોનું રજીસ્ટર નિભાવી પોલીસ સ્ટેશનને જાણ કરવા જણાવાયું છે. વાહનની લેવેચ તેમજ ભાડે આપનારે પણ રજીસ્ટર નિભાવવુ પડશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો