તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • અમરેલીમાં વિશ્વ વસ્તી નિયંત્રણ અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલીમાં વિશ્વ વસ્તી નિયંત્રણ અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમરેલીજિલ્લામાં વિશ્વ વસ્તી પખવાડીયા ઉજવણી નિમીતે ગુરૂ-લઘુ શિબિર, રેલી, જુથ ચર્ચા, પ્રદર્શન તેમજ બેઠક સહિતના જનજાગૃતિલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામા આવ્યું હતુ.

અમરેલીમા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતુ કે વિશ્વ વસ્તી પખવાડીયા ઉજવણી નિમીતે જિલ્લામાં ગુરૂ-લઘુ શિબિર, જુથ ચર્ચા, રેલી, પ્રદર્શન તેમજ બેઠક સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામા આવ્યું હતુ. કુટુંબ નિયોજનની કામગીરી પૈકી 179 ઓપરેશન તેમજ 668 કોપર-ટી સહિતની વસ્તી નિયંત્રણ સંબંધિત કામગીરી કરવામા આવી હતી.

આરોગ્ય શાખા અમરેલી હેઠળના પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્ર, સિવીલ હોસ્પિટલ ખાતે હાલમા પણ કામગીરી કરવામા આવી રહી છે. આરોગ્ય અધિકારી, કર્મચારીઓ દ્વારા કામગીરી તેનુ ચેકીંગ અને મોનીટરીંવગ કરવામા આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા વસ્તી નિયંત્રણ માટે અનેકવિધ યોજના અને કાર્યક્રમ અમલી કરવામા આવ્યા છે આથી સંબંધીત નાગરિકોએ વસ્તી નિયંત્રણ ઝુંબેશમા ભાગ લેવા અપીલ કરવામા આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો