તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર પલટી ખાઇ જતા યુવકનુ મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડીયાતાલુકાના ચોકી ચાર રસ્તા નજીક ગઇરાત્રે જેતપુરના યુવકની એક કાર ખાળીયામા પલટી ખાઇ જતા તળાજાના ફકિર યુવાનનુ ગંભીર ઇજા થવાથી ઘટના સ્થળે મોત થયુ હતુ. તળાજાના રફિક ઇકબાલભાઇ ફકિર નામના યુવકનુ અહી અકસ્માતમા મોત થયુ હતુ. મૃતક રફિકભાઇ જેતપુરના જાવેદ ભીખુભાઇની કારમા બેસી અહીથી પસાર થતા હતા ત્યારે ઘટના બની હતી. પોલીસ સુત્રોએ એમપણ જણાવ્યું હતુ કે જાવેદ ભીખુભાઇએ પોતાની કાર નંબર જીજે 3 સીઆર 6669 પરનો કાબુ ગુમાવતા તે ખાળીયામા પલટી ખાઇ ગઇ હતી અને ગંભીર ઇજા થતા રફિકભાઇનું મોત થયુ હતુ. બનાવ અંગે મૃતક યુવકના ભાઇ આશિફ ઇકબાલભાઇ આગાએ વડીયા પોલીસ મથકમા કાર ચાલક જાવેદ ભીખુભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી. પીએસઆઇ એન.જી.ગોસાઇએ આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો