તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લામાં ત્રીજા દિવસે પણ એસટી વ્યવહાર ઠપ્પ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમરેલીજિલ્લામાં દલિત સમાજ દ્વારા ઉનામા બનેલી અત્યાચારની ઘટના મુદ્દે ચલાવાઇ રહેલા આંદોલનને પગલે અમરેલી જિલ્લામા આજે ત્રીજા દિવસે પણ એસટી વ્યવહાર ઠપ્પ રહેતા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોના મુસાફરોને અગવડતા વેઠવી પડી હતી. અને નાછુટકે ખાનગી વાહનો પર આધારિત રહેવુ પડયુ હતુ.

અમરેલી જિલ્લામાં દલિત સમાજ દ્વારા આંદોલન ચલાવાયુ હતુ જેને પગલે અનેક સ્થળે ટોળાએ એસટી બસોને નિશાન બનાવી કાચ ફોડી નુકશાન કર્યુ હતુ. જેને પગલે એસટી તંત્ર દ્વારા બસ સેવા બંધ કરી દેવામા આવી હતી. જો કે આજે જનજીવન થાળે પડી ગયુ હોવા છતા ત્રીજા દિવસે પણ એસટી વ્યવહાર શરૂ થતા મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. અમરેલી એસટી ડિવીઝનના નિયામક માત્રોજાએ જણાવ્યું હતુ કે અમરેલી ડિવીઝનમા 300 ઉપરાંતના રૂટો બંધ કરી દેવામા આવ્યા છે. હાલ દરરોજ એસટીને 25 લાખ જેવી આવક ગુમાવવી પડી રહી છે. હાલ ઉપરથી સુચના મળે ત્યારે એસટી વ્યવહાર રાબેતા મુજબ શરૂ કરવામા આવશે. અમરેલી ડેપોમા અન્ય ડેપોની બસો પણ આવતી હોય મુસાફરોને અગવડતા વેઠવી પડી રહી છે. જિલ્લામા ત્રીજા દિવસે પણ એસટી બસ સેવા ઠપ્પ રહેતા લોકોને નાછુટકે ખાનગી વાહનોનો સહારો લેવો પડી રહ્યો છે. હાલ અમરેલીમા શાળા કોલેજોમા પણ શિક્ષણ કાર્ય રાબેતા મુજબ શરૂ થઇ ગયુ છે. પરંતુ એસટી વ્યવહાર શરૂ થતા વિદ્યાર્થીઓને અગવડતા વેઠવી પડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો