• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • પેટીસ, અવનવા ફરાળી ફરસાણ, ફરાળી વેફર સહિતની આઇટમો ઉપલબ્ધ

પેટીસ, અવનવા ફરાળી ફરસાણ, ફરાળી વેફર સહિતની આઇટમો ઉપલબ્ધ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલપવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ત્યારે અમરેલીની બજારોમાં દરેક ફરસાણની દુકાનો પર ફરાળી વાનગીઓનું ભારે માત્રામાં વેચાણ થઇ રહ્યું છે. અને બજારમાં ભારે ભીડ જોવા મળે છે.

પવિત્ર શ્રાવણ માસમાં સૌ કોઇ ખૂબ આસ્થતા સાથે ભગવાન શિવની પૂજા, અર્ચના તેમજ આરાધના કરતા હોય છે. તેમજ માસમાં ભક્તો વિશિષ્ટ વ્રત, ઉપવાસ કરે છે. ઘણાં એકટાણાં કરે છે, ઘણાં ચાંદ્રાયણ વ્રત કરે છે, ઘણાં ઋષિચાંદ્રાયણ વ્રત કરે છે, ઘણાં શિશુ ચાંદ્રાયણ વ્રત કરે છે. મહીનામાં મોટા ભાગના લોકો ફરાળ કરીને શ્રાવણ માસની ઉજવણી કરે છે.

અમરેલીની બજારોમાં ફરસાણની દુકાનો પર અવનવી ફરાળી વાનગીઓ જોવા મળે છે અને ભારે માત્રામાં તેનું વેચાણ થઇ રહ્યું છે. જેમ કે, ફરાળી ચેવડો, ફરાળી પેટીસ, અવનવા ફરાળી ફરસાણ, વિવિધ ફરાળી વેફર વગેરે જેવી ફરાળી આઇટમોની ખરીદી કરતાં લોકો જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...