• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • જેસીબી ચલાવવા મુદ્દે યુવક પર છરી, પાઇપ વડે હુમલો

જેસીબી ચલાવવા મુદ્દે યુવક પર છરી, પાઇપ વડે હુમલો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી તાલુકાના વાંકીયા ગામે ગઇકાલે અહીના તળાવમા જેસીબી દ્વારા કામગીરી ચાલુ હોય જેસીબીનો ચાલક કુદરતી હાજતે જતા અન્ય ચાલકને જેસીબી ચલાવવાનુ કહેતા બોલાચાલી કરી અહીના બે શખ્સોએ છરી અને પાઇપ વડે યુવક પર હુમલો કરતા આ બારામા તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાઇ છે.

જેસીબીના ચાલક પર હુમલાની આ ઘટના અમરેલીના વાંકીયામા બની હતી. પોલીસ સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર અહી તળાવમા હાર્દિકગીરી રમેશગીરી ગોસાઇનુ જેસીબી ચાલતુ હોય જેસીબીનો ચાલક કુદરતી હાજતે ગયો હોય અન્ય ચાલકને જેસીબી ચલાવવાનુ કહી આશિષ ગોંડલીયા અને સોહિલભાઇએ મુસ્તાબખાન અને હાર્દિકગીરી પર છરી અને પાઇપ વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. આ બારામા તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાતા બનાવ અંગે એએસઆઇ એચ.એન.રવૈયા આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...