• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • વિકાસ તાલીમ અંતર્ગત અમરેલીમાં કૃષિમેળો અને પ્રદર્શન યોજાઇ ગયું

વિકાસ તાલીમ અંતર્ગત અમરેલીમાં કૃષિમેળો અને પ્રદર્શન યોજાઇ ગયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીમા કૃષિ કૌશલ્ય વિકાસ તાલીમ અંતર્ગત કૃષિ મેળો અને પ્રદર્શનનુ આયોજન કરાયુ હતુ. કલેકટર સંજય અમરાણીના હસ્તે કૃષિમેળો અને પ્રદર્શનને ખુલ્લુ મુકવામા આવ્યુંહતુ. આ પ્રસંગે કલેકટર અમરાણીએ જણાવ્યું હતુ કે ખેડૂતોને ખેતી બાગાયતલક્ષી અત્યાધુનિક તાલીમ માહિતી આપવા માટે કૃષિ મેળા અને પ્રદર્શનનુ મહત્વ છે. આત્મા દ્વારા મુલ્યવર્ધનની તાલીમ આપી ખેતી બાગાયતના ક્ષેત્રમા સર્જનાત્મકતા લાવી નવી દિશાઓ ખુલી શકે છે. અહી રાજકોટ સંયુકત ખેતી નિયામક શ્રી ધોરાજીયાએ જણાવ્યું હતુ કે ગ્રામ્ય વિસ્તારમા જુથ બનાવી આત્મા પ્રોજેકટ અંતર્ગત સર્જનાત્મક કાર્ય કરી ખેતી બાગાયત પશુપાલન ક્ષેત્રે મુલ્યવર્ધન કરી નવસર્જન કરી શકાય છે. તેમણે બિયારણનુ મહત્વ જણાવી જૈવિક ખાતરનો ઉપયોગ કરવા ભલામણ કરી હતી.

કૃષિ મેળાને ખુલ્લો મુકતા જિલ્લા કલેકટર. તસ્વીર -જયેશ લીંબાણી

અન્ય સમાચારો પણ છે...