અમરેલીમાં શેર એન્ડ કેર ગૃપ દ્વારા તેજસ્વી છાત્રોનું સન્માન
કાર્યક્રમમાં 40 પરિવારોનાં બાળકોને માર્ગદર્શન અપાયું
લોભ,મોહ કે ભયથી વિચલિત થગા વિના સમાજની વચ્ચે રહી છેવાડાનાં વ્યક્તિઓ સુધી સેવાનું કાર્ય એટલે શેર એન્ડ કેર અમરેલી. તાજેતરમાં શેર એન્ડ કેર ગ્રુપ દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં 40 પરિવારો હાજર રહ્ય હતા અને તમામ બાળકોને સન્માનિત કર્યા હતા.અમરેલીમાં ઘણાં વર્ષોથી શેર એન્ડ કેર ગ્રુપ કાર્યરત છે. જેના દ્વારા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે. અને મહત્વની વાત છે કે સૌ સાથે મળીને કાર્ય કરે છે. સંસ્થાએ અમરેલી ખાતે બે પછાત વિસ્તાર દતક લીધા છે જ્યાં રહેતા બાળકોને વિનામુલ્યે શિક્ષણ આપવામાં આવે છે. ગ્રુપ દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ રાખવામાં આવ્યો હતો. જેમાં 40 પરિવારોએ હાજરી આપી હતી. અને તમામ બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતુ. તેમન તેમનામાં રહેલી શક્તિઓને વિવિધ કૃતીઓ દ્વારા નિહાળવામાં આવી હતી.અમરેલીના જાણીતા કારર્કિદી માર્ગદર્શક દ્વારકાદાસ લલાડીયાએ હાજર રહી બાળકોનાં વિકાસ માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમજ ગ્રુપની સેવાને બિરદાવી હતી. શેર એન્ડ કેર અમરેલીના ફાઉન્ડર રિયાઝ વેરસીયાએ ગ્રુપનું મિશન અને વિઝન ઓડીયો વિઝ્યુઅલ પ્રેસેન્ટેશન દ્વારા સમજાવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન કેવલ મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મનસુર ગઢીયા, ધર્મેન્દ્ર જોશી, ચંદ્રકાંત કાવઠીયા, દિલીપ રંગપરા, જયદિશ બાબરીયા અને અનિલ પટેલે જહેમત ઉઠાવી હતી.