ઉજળામાં વાડીમાં તસ્કરો ત્રાટક્યા : 5700ની ચોરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોબાઇલ, બેટરી સહિત ઉઠાવી ગયા

અમરેલીપંથકમા બંધ રહેણાંકોમા ચોરીની ઘટનાઓ મોટા પ્રમાણમા જોવા મળી રહી છે તેની સાથે સાથે સીમ ચોરીની ઘટનાઓ પણ સામે આવી રહી છે. નવા ઉજળા ગામની સીમમા તસ્કરોએ ખેડૂતની વાડીમાથી રૂપિયા 5700નો મુદ્દામાલ ચોરી કરીને લઇ ગયાની ફરિયાદ નોંધાઇ છે.

સીમ ચોરીની ઘટના વડીયા તાલુકાના નવા ઉજળા ગામની સીમમા ગઇરાત્રે બની હતી. અહી ભીખાભાઇ ઘુસાભાઇ ઢોલરીયાની વાડીમા તસ્કરો ત્રાટકયા હતા. પરપ્રાંતિય દિપકભાઇ રમેશભાઇ ઠાકોર અહી વાડી ભાગવી રાખી ખેતીકામ કરે છે. રાત્રીના સમયે તસ્કરો તેમનો રૂપિયા 4200ની કિમતનો મોબાઇલ, ચાર્જિગ બેટરી વિગેરે વસ્તુઓ મળી કુલ રૂપિયા 5700નો મુદ્દામાલ ચોરી કરીને લઇ ગયા હતા. દિપકભાઇ ઠાકોરે બારામા અમરેલી તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ એએસઆઇ ઓ.બી.ડવ ચલાવી રહ્યાં છે. અમરેલી પંથકમા પાછલા કેટલાક સમયથી તસ્કરોનો ઉપદ્વવ વધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...