• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • સ્ટોરેજનો અભાવ |અમરેલીમાં 4 દિવસમાં 3000 ક્વિન્ટલ તૂવેરની આવક, પીપાવાવ ગોડાઉનમાં મોકલવી પડી

સ્ટોરેજનો અભાવ |અમરેલીમાં 4 દિવસમાં 3000 ક્વિન્ટલ તૂવેરની આવક, પીપાવાવ ગોડાઉનમાં મોકલવી પડી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીમાસરકાર દ્વારા ટેકાના ભાવે તુવેરની ખરીદી શરૂ કરવામા આવી છે. છેલ્લા ચાર દિવસ દરમિયાન અમરેલીમા વેર હાઉસીંગ કોર્પોરેશન અને નાફેડ દ્વારા ત્રણ હજાર કવીન્ટલ તુવેરની ખરીદી કરાઇ છે પરંતુ અમરેલીમા સ્ટોરેજની સગવડતા હોય તુવેરનો જથ્થો પીપાવાવના ગોડાઉનમા મોકલવા તેમને ફરજ પડી રહી છે. સ્ટોરેજના અભાવે ખેડૂતો પાસેથી તુવેર સ્વીકારવામા પણ મોડુ થઇ રહ્યું છે.

અમરેલીમા ગુજરાત વેર હાઉસીંગ કોર્પોરેશન પાસે માત્ર એક ગોડાઉન છે અને તેમા તુવેર સ્ટોર કરવા માટેની કોઇ સુવિધા નથી. થોડા સમય અગાઉ અમરેલીમા ટેકાના ભાવે તુવેરની ખરીદી શરૂ કરાઇ હતી પરંતુ ખરીદ કેન્દ્ર યાર્ડની બહાર હોય એક દિવસમા તે બંધ કરી દેવાયુ હતુ. દરમિયાન યાર્ડમા સગવડતા થતા ચાર દિવસ પહેલા અહી ટેકાના ભાવે તુવેરની ખરીદી શરૂ કરાઇ હતી.

માત્ર ચાર દિવસના ગાળામા તુવેર વેચવા માટે ખેડૂતોનો ભારે ધસારો થતા ત્રણ હજાર કવીન્ટલની ખરીદી કરવામા આવી હતી. જો કે અહી વેર હાઉસીંગ કોર્પોરેશન પાસે સ્ટોરેજની ક્ષમતા હોય તમામ માલ પીપાવાવના ગોડાઉનમા ખસેડવામા આવ્યો હતો. માલ અહીથી ખસેડવાની વ્યવસ્થા કરવા દરમિયાન ખેડૂતોનો માલ તોળવામા આવતો હોય અનેક ખેડૂતોને ચોવીસ ચોવીસ કલાક સુધી રાહ જોવી પડી હતી. જો અમરેલીમા માલ સ્ટોરેજની વ્યવસ્થા થાય તો ખેડૂતોની અગવડતાનો અંત આવે તેમ છે.

કોર્પોરેશનના ંગોડાઉનમાં તો મગફળી ભરી છે

ગુજરાતસ્ટેટ વેર હાઉસીંગ કોર્પોરેશનનુ એક ગોડાઉન છે. પરંતુ સરકાર દ્વારા અગાઉ મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરાઇ હોય હાલમા આખુ ગોડાઉન મગફળીનુ ભર્યુ છે જેથી તુવેર રાખવાની જગ્યા નથી.

ખેડૂતોનેકરાય છે આરટીજીએસથી ચુકવણુ

અમરેલીમાટેકાના ભાવે ખરીદી કર્યા બાદ કોર્પોરેશન-નાફેડ દ્વારા સીધા ખેડૂતના નાણા જમા કરાવવામા આવે છે અને રકમનુ ચુકવણુ માત્ર આરટીજીએસથી કરવામા આવે છે.

યાર્ડમાં તૂવેર રાખવાની જગ્યા ઘટી

અન્ય સમાચારો પણ છે...