તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • અમરેલી જિલ્લામાં કોલેજોમાં શૈક્ષણિક કાર્ય શરૂ : પાંખી સંખ્યામાં છાત્રોની હાજરી

અમરેલી જિલ્લામાં કોલેજોમાં શૈક્ષણિક કાર્ય શરૂ : પાંખી સંખ્યામાં છાત્રોની હાજરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અનેક કોલેજોમાં પુરતા પ્રમાણમાં શૈક્ષણીક સ્ટાફની અછત પ્રવર્તી રહી છે

અમરેલીમાંઆજે કોલેજનો પ્રારંભ થતાની સાથે કોલેજોમાં પાંખી સંખ્યામાં છાત્રો જોવા મળ્યા હતા. અમરેલી જીલ્લામાં આવતા આજુ બાજુના ગામડાઓના તેમજ તાલુકા શહેરના અનેકો છાત્રોએ આજે ઉનાળુ વેકેશન પુરૂ કરીને રાબેતામુજબ કોલેજોમાં પ્રવેશ કર્યો છે.અમરેલી જીલ્લામાં આમતો ઓછા પ્રમાણમાં કોલેજો જોવા મળે છે. અન્ય જીલ્લાઓમાં જેટલી કોલેજો જોવા મળે છે. અહી અમરેલીમાં તેટલી જોવા મળતી નથી. અનેક વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીનીઓ અમરેલી ખાતે કોલેજમાં એડમીશન લઇ અભ્યાસ કરે છે. તો ઘણા વિદ્યાર્થીઓ માટે નવી નવી કોલેજનો અનુભવ પણ હશે અને કોલેજ આવવા માટે અનેકો તૈયારીઓ કરી હશે. પહેલેથીજ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રથમ તેમજ બીજુ વર્ષ પુરૂ કર્યુ હશે. વિદ્યાર્થીઓ બીજા તેમજ ત્રીજા વર્ષમાં પ્રવેશ મેળવ્યો હશે. પ્રવેશ મેળવ્યાની સાથે અભ્યાસક્રમમાં પણ વધારો થયો છે. તેમાં ખાસ કરીને ત્રીજા વર્ષમાં પ્રવેશનાર છાત્રો માટે વર્ષે તૈયારી માટે તનતોડ મહેનત કરવી પડશે. તેમજ ઘણા વિદ્યાર્થીઓને એટીકેટીઓ પણ આવી હશે તેવા વિદ્યાર્થીઓ માટે તો વર્ષ ખુબજ ગંભીરતા પુર્વક વાળુ હશે. શૈક્ષણીક વર્ષનાં પ્રારંભ સાથે અભ્યાસકાર્ય શરૂ થઇ ચૂંક્યું છે છતા ઘણી કોલેજોમાં પૂરતા પ્રમાણમાં શૈક્ષણીક સ્ટાફ કે ફેકલ્ટીનો અભાવ જોવા મળી રહ્યો છે. સરકારી કોલેજોમાં અભ્યાસનાં બદલે વિદ્યાર્થીઓ ખાનગી કોલેજ તરફ વળી રહ્યા છે. ખાનગી કોલેજોમાં ફીનું ધોરણ પણ ઉચ્ચું હોવા છતા વિદ્યાર્થીઓ પોતાની પસંદગી ખાનગી કોલેજ પર ઉતારે છે.

પોતાના બાકળોએ 12માં ધોરણની પરીક્ષા બાદ કોલેજમાં પ્રવેશ મેળવ્યા હશે. વિદ્યાર્થીઓના વાલીઓમાં પણ ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. કેમ કે ઘણા સીનીયર વિદ્યાર્થીઓ રેગીંગ જેવી ગુન્હાહીત પ્રવૃતિઓ પણ કરતા હોય છે. આથી વાલીઓમાં એક ભયનો માહોલ જોવા મળ્યો હતો.

વાલીઓમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો

અન્ય સમાચારો પણ છે...