તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • દાદા ભગવાન મંદિરે ચારોડીયાના દંપતિનું સન્માન કરાયું

દાદા ભગવાન મંદિરે ચારોડીયાના દંપતિનું સન્માન કરાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીમાંઆવેલા દાદા ભગવાન મંદિરે મોઢ ચતુર્વેદી બ્રાહ્મણ જ્ઞાતિ મંડળનું બીજું સંમેલન યોજાયું હતું. અમરેલી શહેરમાં યોજાયેલા બહુ મોટા સંમેલનમાં ભાવનગર, અમદાવાદ, સુરત, મુંબઇ, રાજકોટ, ગારિયાધારથી બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં જ્ઞાતિના રત્નોના સન્માન કરવામાં આવ્યા હતા. જેમાં ભાવનગર જિલ્લાનાં ગારિયાધાર તાલુકાના મોટા ચારોડીયાના ઉત્તમ રાષ્ટ્રીય વૈજ્ઞાનિક નિવૃત પ્રાથમિક શિક્ષક નાનાલાલભાઇ બાલાશંકરભાઇ ત્રિવેદી તથા આદર્શ શિક્ષક આજીવન સંશોધક અને કેળવણીનાં ક્ષેત્રે જેમણે ઉત્તમ વિદ્યાર્થીઓમાંથી અનેક નર રત્નોની ભેટ સમાજને આપી છે તેવા શ્રીમતી ભાનુમતીબેન રતીલાલ ત્રિવેદીનું શાલ, સન્માન પત્ર તાથ પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

પ્રસંગે મહાનુભાવોનાં સામૈયા તથા કાર્યક્રમનું ઉદ્દઘાટન થયું હતું. નાનાલાલભાઇ ત્રિવેદીના હસ્તે દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા. તેમને ઇનામો આપી સન્માન કરાયું હતુ. જ્ઞાતિજનોએ સન્માનિત નાનાલાલભાઇ ત્રિવેદી વિજ્ઞાન ક્ષેત્રે અનેક શોધકરી ઘરે મ્યુઝીયમ નિર્માણ કર્યું છે. કાર્યક્રમને સફળ બનાવવા ઘનશ્યામભાઇ પાઠક, તથા અરવિંદભાઇ જાની, નીલેશભાઇ ત્રિવેદી તથા આશિષભાઇ પાઠક તથા દિનેશભાઇ ત્રિવદીએ જહેમત ઉઠાવી હતી

અન્ય સમાચારો પણ છે...