તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોટા ભંડારીયા ગામમાં વીજ કર્મચારી પર હુમલો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજકર્મચારી પર હુમલાની ઘટના અમરેલી તાલુકાના મોટા ભંડારીયા ગામે ગઇ સાંજે બની હતી. અહિંના વિજ કર્મચારી ભરતભાઇ મોહનભાઇ ક્યાડા પર તે ગામના કમલેશ મધુભાઇ જીંજુવાડીયા અને અશ્વિન મધુભાઇ જીંજીવાડીયા નામના શખ્સોએ હુમલો કર્યો હતો. બન્ને શખ્સોએ તેમની સાથે બોલાચાલી કરી માથામાં લાકડીનો ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી હતી અને મારી નાખવાની ધમકી આપી હતી. બન્ને શખ્સોએ તેમને સરકારી ફરજમાં પણ રૂકાવટ કરતા બારામાં તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાઇ હતી. ભરતભાઇ ક્યાડાએ તાલુકા પોલીસમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યુ છે કે તેઓ ગામમાં લાઇટ રીપેરીંગનું કામ કરતા હતા ત્યારે અમારા ઘરની લાઇટ રીપેરીંગમાં મોડો શું કામ આવ્યો તેમ કહી બન્નેએ બોલાચાલી કરી હતી અને બાદમાં હુમલો કરી દીધો હતો. બનાવ અંગે તાલુકા પોલીસે બન્નેની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...