• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • અમરેલી ડેપોમાં પીવાના પાણીની સુવિધા નથી : પરબ બંધ હાલતમાં

અમરેલી ડેપોમાં પીવાના પાણીની સુવિધા નથી : પરબ બંધ હાલતમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટાંકામાં ગંદકીનાં થર જામી ગયા છે, આર. સિસ્ટમ પણ લગાવાઇ નથી

અમરેલીખાતે આવેલા એસ.ટી.ડેપોમાં મુસાફરોને પીવાના પાણીની ખૂબ મુશ્કેલી પડે છે. અહીં ઘણાં લાંબા સમયથી પીવાના પાણીનું પરબ બંધ હાલતમાં છે. અને પીવાના પાણી માટે આર.ઓ. સીસ્ટમ પણ નથી. મુસાફરોને સમસ્યાને લીધે આરોગ્યનો ખતરો થઇ શકે છે.

અમરેલી એસ.ટી. ડેપોમાં પીવાના પાણીની સુવિધાનો અભાવ છે ત્યારે વર્ષો પહેલાં એસ.ટી. દ્વારા પાણીનું પરબ ચાલતું હતું. તે પણ બંધ કરી દેવામાં આવ્યું છે. અને પીવાના પાણીના પરબ પર ફરજ બજાવતા કર્મચારીઓને અન્યત્ર કામ પર નોકરીને મુકવામાં આવે છે. જેના કારણે પીવાના પાણી માટે મુસાફરોને રઝળવું પડે છે.

અમરેલી જિલ્લામાં એસ.ટી. બસસ્ટેન્ડ જિલ્લા મથકનું બસસ્ટેન્ડ હોવા છતાં એસ.ટી. તંત્ર દ્વારા મુસાફરોને કોઇ પણ જાતની સુવિધા આપવામાં આવતી હોય તેને સમર્થન આપતો વધુ એક અસુવિધાનો ઉમેરો થયો છે. જુના પુરાણા બની ગયેલા બસસ્ટેન્ડમાં લાંબા સમયથી મુસાફરોને પીવાનું પાણી પણ મળતુ઼ંનથી. વર્ષોથી ચાલતું પાણીનું પરબ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. પરબની આજુ બાજુમાં તેમજ પીવાના પાણીના ટાંકામાં ગંદકીના થરો જામી ગયા છે. પીવાના પાણીના પરબ પર આર.ઓ. સીસ્ટમ પણ નથી મૂકવામાં આવી જેને લીધે મુસાફરોને આરાગ્યનો ખતરો પણ રહી શકે છે. અમરેલી,કુંકાવાવ, વડીયાના ધારાસભ્ય પરેશભાઇ ધાનાણીએ સમસ્યાના ઉકેલ માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...