• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • અમરેલી સિવીલમાં ન્યુરો સર્જન સહિત અનેક તબીબોની જગ્યા ખાલી

અમરેલી સિવીલમાં ન્યુરો સર્જન સહિત અનેક તબીબોની જગ્યા ખાલી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાખોનાં ખર્ચે ટ્રોમા સેન્ટર બનાવાયું પણ ઉપયોગ કરનાર કોઇ નથી

અમરેલીખાતે આવેલી જિલ્લા કક્ષાની સિવિલ હોસ્પીટલ કે જેમાં આગામી મહિનાઓમાં મેડીકલ કોલેજ થવાની જાહેરાત થઇ છે તે સિવિલ હોસ્પીટલમાં ગંભીર પ્રકારના અકસ્માતમાં ભોગ બનેલા દર્દીઓને ન્યૂરો સર્જનનાં અભાવે સારવાર મળતી નથી. અને અકસ્માતનો ભોગ બનનારને મોતને ભેટવાનાં પણ બનાવો છાશવારે બને છે.

અમરેલી સિવિલ હોસ્પીટલનાં પટાંગણમાં આજથી 10 વર્ષ પહેલા તાત્કાલીક સારવાર માટે લાખો રૂપિયાનાં ખર્ચે ટ્રોમા સેન્ટર બનાવવામાં આવ્યું છે. અને તાત્કાલીક સારવારની જરૂર માર્ગ અકસ્માત જેવા કિસ્સામાં હોય છે. અને માર્ગ અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાથી ભોગ બનનાર માટે એક-એક મિનિટ અતિ કીંમતી હોય છે. અને ગંભીર અકસ્માતમાં શરૂઆતની 30 મિનિટમાં જો સારવાર મળી જાય તો ભોગ બનનારની અમુલ્ય જીંદગી બચી જતી હોય છે.

અમરેલી ટ્રોમા સેન્ટરમાં કોઇ ભોગ બનનારને થોડી મિનિટોમાં લઇ આવ્યા બાદ ત્યાં ન્યૂરો સર્જનની જગ્યા ખાલી હોવાથી તુરત ભોગ બનનારને રાજકોટ અથવા ભાવનગર ટ્રાન્સફર કરવામાં આવે અને શરૂઆતની 2 થી 3 કલાકનો સમય બરબાદ થતાં ઘણાં કિસ્સામાં ભોગ બનનારનું રાજકોટ કે ભાવનગર પહોચેં તે પહેલાં નિધન થતું હોય છે. અને આજનાં આધુનિક યુગમાં તાત્કાલિક સારવારનાં અભાવે કોઇનું મૃત્યું થાયતો તે બાબત સરકાર માટે ખૂબ શરમજનક બનવી જોઇએ. સામાજિક કાર્યકર દપેશ ધકાણે માંગ કરતા જણાવ્યું છે કે અમરેલીની સિવિલ હોસ્પીટલમાં ન્યૂરો સર્જન સહિત તમામ નિષ્ણાંતોની ખાલી જગ્યા ભરવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...