• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • આરોપીઓએ જીતુને સીમમાં લઇ જઇ છરીનાં ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું હતું

આરોપીઓએ જીતુને સીમમાં લઇ જઇ છરીનાં ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું હતું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડીયાતાલુકાના બાંટવા દેવળી ગામે ચાર દિવસ પહેલા એક દલિત યુવાનની તિક્ષણ હથિયારના અસંખ્ય ઘા ઝીંકી હત્યા કરી ફેંકી દેવાયેલી લાશ મળી આવ્યા બાદ અગાઉ પોલીસે એક શખ્સની ધરપકડ કરી હતી હવે વડીયા પોલીસે બારામા વધુ બે શખ્સોની ધરપકડ કરી છે.

વડીયાના બાંટવા દેવળી ગામના નરેશ ભીખાભાઇ ભાસ્કર (ઉ.વ.29) નામના યુવાનની તે ગામના ત્રણ શખ્સોએ હત્યા કરી હતી. અમરેલી એલસીબીએ અગાઉ જીતુ ભીખા પરમાર નામના શખ્સની ધરપકડ કરી હતી. ત્યારબાદ હવે વડીયાના પીએસઆઇ એન.જી.ગોસાઇ, સતીષગીરી, અભેસીંહ, અશોકસિંહ વિગેરેએ આજે લાલજી વાલજી ભાસ્કર અને કલ્પેશ ઉર્ફે કપીલ ભીખા પરમારની ધરપકડ કરી હતી. ત્રણેય શખ્સોએ નરેશ ભાસ્કરની ઘાતકી હત્યા કરી હતી.

કપીલની પત્ની સાથે આડો સંબંધ હોવાની આશંકાએ ત્રણેય શખ્સોએ હત્યાનુ કાવતરૂ ઘડયુ હતુ. અને મોટર સાયકલ પર બેસાડી જીતુ તેને સીમમા લઇ ગયો હતો જયા કલ્પેશ અને લાલો તેની રાહ જોઇને બેઠા હતા. ત્રણેય જણાએ તેના પર છરીના ધડાધડ ઘા મારી લાશ વોકળામા ફેંકી દીધી હતી.

વડીયા પોલીસે હાલમા ત્રણેય આરોપીઓને અદાલતમા રજુ કરી ત્રણ દિવસના રિમાન્ડ પર લીધા છે અને સમગ્ર ઘટનાને કઇ રીતે અંજામ અપાયો તેની એકએક કડી મેળવવા પુછપરછ શરૂ કરી છે. તસ્વીર-જીતેશગીરી ગોસાઇ

ત્રણ દિવસના રિમાન્ડ પર લેવાયા

અન્ય સમાચારો પણ છે...