• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • વિદ્યાર્થીઓએ આંદોલનની ચિમકી આપતા તંત્ર હરકતમાં

વિદ્યાર્થીઓએ આંદોલનની ચિમકી આપતા તંત્ર હરકતમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીજિલ્લામાં અભ્યાસ કરતા અને એસ.ટી.બસ દ્વારા સ્કૂલ કોલેજ આવતા વિદ્યાર્થીઓને મળતા એસ.ટી. પાસ એસ.ટી. કચેરીને બદલે હવે સ્કૂલ કોલેજમાંથી મળે તેવા નિર્ણયના ભારે વિરોધ વચ્ચે નિર્ણય પાછો ખેંચાય તો વિદ્યાર્થીઓ સાથે ઉગ્ર આંદોલનની ચિમકી કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણી દ્વારા અપાતા નિર્ણય અંગે યોગ્ય કરવાન ખાત્રી મળતા વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી છવાય જવા પામી છે.

અમરેલી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાંથી દિવસ દરમિયાન હજારો વિદ્યાર્થીઓ એસ.ટી. બસમાં મુસાફરી કરી રહ્યા છે. અને તેઓને સરકાર દ્વારા રાહત દરે અભ્યાસ કરવા પાસની સુવિધા આપવામાં આવે છે. અને પાસ એસ.ટી. તંત્ર દ્વારા મળતો મળતો હોય છે, પરંતુ પાસ એસ.ટી. કચેરીને બદલે વર્તમાન ભાજપ સરકારે સ્કૂલ કોલેજમાંથી મળશે તેવો નિર્ણય કરતા વિદ્યાર્થીઓમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.

આથી વિદ્યાર્થીઓની યાતના સાંભળી અમરેલી યુવાન કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણીએ મનઘડત નિર્ણય પાછો ખેંચવા ભાજપ સરકાર સમક્ષ માંગ કરી હતી અને જો માંગ સ્વીકારાય તો ગત તા. 23જુનથી દિવસ 10માં હજારો વિદ્યાર્થીઓ સાથે ઉગ્ર આંદોલન કરવા ચિમકી આપી હતી. આના પગલે ભાજપ સરકારના વાહનવ્યવહાર મંત્રી વલ્લભભાઇ કાકડીયાએ યોગ્ય કરવા લેખીત ખાતરી ધારાસભ્ય પરેશ ધાનાણીને આપતા વિદ્યાર્થીઓમાં ભારે હર્ષની લાગણી છવાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...